આજે હું શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું. શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati વાંચવા માટે આર્ટીકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તમને જોઈતી માહિતી આશાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati આર્ટીકલ પરથી મળી રહે.
શાળાજીવનનાં મારાં સંસ્મરણો પર નિબંધ Memories of My School Life Essay in Gujarati
શાળા જીવનના મારા સંસ્મરણો મને મારી જિંદગી ભર યાદ રહેશે. મારી શાળાનું ક્લાસવર્ગ રમત ગમત નું મેદાન ખાસ મારા મિત્રો તથા મારા શિક્ષકો મને હંમેશા માટે યાદ રહેશે હું મારા શાળા જીવનના દિવસો દરમિયાન ખૂબ જ શિસ્ત અને આજ્ઞાકારી વિદ્યાર્થી હતો મને મારા શિક્ષકો દ્વારા ખૂબ જ સારું ભણતર ખૂબ જ સારી રીતે આપવામાં આવ્યું છે મારી શાળા નું રમતગમતનું મેદાન ખૂબ મોટું છે તેમાં ફૂટબોલ માટેનું મેદાન તેમજ બાસ્કેટબોલ જેવી રમતો અને ઘણી બધી શારીરિક કસરત થાય તેવા સાધનો પણ છે મને યાદ છે કે જ્યારે પણ મને ફ્રી પિરિયડ મળે કે રિસેસ નો ટાઈમ હોય ત્યારે ભોજન બાદ હું અને મારા ચાર મિત્રો હંમેશા રમત ગમતના મેદાનમાં પહોંચી જતા હતા આજે પણ મને યાદ છે કે અમારા શાળાના પ્રાર્થનાગૃહ માં કે જ્યાં અમે ભણતર ની શરૂઆત કરતા પહેલા પ્રાર્થના કરતા હતા.
Memories of My School Life :શાળાજીવન દરમિયાન મારા પ્રિય શિક્ષક: My favourite teacher during My School Life
શાળા જીવન દરમિયાન મારા સમ સ્મરણોમાં મારા પ્રિય શિક્ષક નો સમાવેશ થાય છે. તેમનું નામ રમણલાલ શાહ હતું. મારા શાળા જીવન દરમિયાન તેઓ એક 53 વર્ષના વડીલ શિક્ષક હતા. તેઓ હંમેશા મારા માટે પર્સનલી ધ્યાન આપતા હતા.
Also Read પરીક્ષા ની આગલી રાતે પર નિબંધ The Night before the Exam Essay in Gujarati
તે હંમેશા મને મારા આગળના ભણતર માટે સલાહ સૂચન આપતા હતા. તેઓએ મને તેમના ખર્ચે પણ ઘણા બધા પુસ્તકો ખરીદી આપ્યા હતા. સાચા અર્થમાં તે એક મારા માતા પિતા જેવા ગુરુ સમાન હતા.
મને યાદ છે કે તારા જીવન દરમિયાન મારી આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. અમે શાળાની ફી પણ ખૂબ કઠિનાઈથી ભરી શકતા હતા. પરંતુ મને યાદ છે કે સાતમા ધોરણમાં માંદગીના કારણે મારો પરિવાર મારી ફી ભરી શક્યા ના હતા. પરંતુ મને યાદ છે કે મારા પ્રિય શિક્ષક રમણલાલ શાહ દ્વારા અને તેમના પગારમાંથી મારી ફી ચુકવણી કરી હતી. જેનો હું જિંદગીભર આભાર માનીશ અને અને તે મારા શાળા જીવનના એક યાદગાર સંસ્મરણમાંથી એક છે.
Memories of My School Life :શાળા જીવન દરમિયાન મારા વર્ગ દ્વારા જીતવામાં આવેલ રમત ગમત ક્ષેત્રે એવોર્ડ : Award win by my class in sprts event during My School Life
જ્યારે અમે નવમા ધોરણમાં હતા ત્યારે અમારા એરિયાની 15 સ્કૂલો દ્વારા રમત ગમતની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારા નવમા ધોરણના ક્લાસ વર્ગ એ ક્રિકેટની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. મને આજે પણ યાદ છે કે તે ક્રિકેટની સ્પર્ધામાં સાત સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો.
મારા ક્લાસના વિદ્યાર્થીઓ તથા મારા દ્વારા ઘણું સારુ પફોમન્સ કરવામાં આવ્યું હતું અને અમે આ ક્રિકેટની સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચ્યા હતા. જ્યાં અમારા હરીફ સેન્ટ ઝેવિયર સ્કૂલ હતી. તેઓ પણ ખૂબ સારી રમત રમીને ફાઇનલમાં પહોંચ્યા હતા.
મને યાદ છે કે ફાઇનલ ગેમમાં મેં સેન્ડ જેવી સ્કૂલ સામે ચાર વિકેટ લીધી હતી અને 23 રન માર્યા હતા અને અમારી ટીમને વિજેતા બનાવવામાં ફાળો આપ્યો હતો. તેમાં હું મેન ઓફ ધ ટુર્નામેન્ટ સિલેક્ટ થયો હતો. આ રમત ગમત નો કિસ્સો પણ મારા શાળા જીવનના સંસ્મરણોમાં એક યાદગાર કિસ્સો છે.
Memories of My School Life :શાળા જીવન દરમિયાન કરવામાં આવેલ આનંદ અને મસ્તી : Full on enjoyment done by us during My School Life
મને યાદ છે કે એક દિવસ મારા વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ટાઈમ માં શાળા ઉપર ના પહોંચી અને સીધા અમે કાંકરિયા ગયા હતા. જ્યાં અમે ખૂબ આનંદ મસ્તી કરી હતી. સાથે સાથે બીજા દિવસે સ્કૂલે શિક્ષકનો ડર પણ હતો.
ત્યારે અમે બીજા દિવસે શાળા ઉપર હાજર થયા ત્યારે શિક્ષક દ્વારા અમને સજા ફટકારવામાં આવી હતી અને અમારા પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. અમારા આ વર્તનના લીધે અમારા માતા-પિતા એ પણ અમને ખૂબ જ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ અમે સ્કૂલના વિદ્યાર્થીઓએ કદી આવું ન કરવાનું નક્કી કર્યું.
ખરેખર શાળા જીવન દરમિયાન અમે કરેલું ભણતર,પ્રાર્થના,અમારા શિક્ષકો તથા અમે કરેલી આનંદ અને મસ્તી અમને જીવનમાં હજુ પણ યાદ આવે છે.ખરેખર તે એક ગોલ્ડન ટાઈમ હતો.
હું આશા રાખું છું કે શાળાજીવનના સંસ્મરણો વિશે નિબંધ લેખ તમને પસંદ આવ્યો હશે.