મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

આજે હું મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati આર્ટિકલ પરથી મળી રહે.

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

મને બોલાવે મારું માદરે વતન પર નિબંધ Mane Bolave Maru Madare Vatan Essay in Gujarati

મારા વૃદ્ધ માતા પિતા તેમજ એક નાની બહેન અને મારા મિત્રો તેમજ મારી જમીન,મારું ખેતર મને બહુ જ યાદ આવે છે.જાણે મને એવું લાગી રહ્યું છે કે તે મને હવે મારા વતન પાછું બોલાવી રહ્યા છે. તેથી મેં નક્કી કરી લીધું છે કે ગમે તેટલો વ્યસ્ત કાર્યક્રમ તથા ટાઈમ ટેબલ હોય તો પણ મારે મારા વતન પેથાપુર જાવું છે.

Also Read રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati

મારું વતન અને તેની સાથે સંકળાયેલી યાદો : Maru Vatan and Memory associate with my native ( Maru Vatan)

હું ગાંધીનગરના પેથાપુર ગામનો રહેવાસી છું. પરંતુ, વ્યવસાયના કામના લીધે છેલ્લે હું છેલ્લા સાત વર્ષથી દુબઈમાં એક કોર્પોરેટ સેક્ટરમાં કામ કરું છું. દુબઈ સિટીમાં મને તમામ સુવિધાઓ મળી રહે છે.પરંતુ,મને રોજ મારા વતન પેથાપુર ની યાદ આવે છે.ખૂબ જ વ્યસ્ત ટાઈમ ટેબલ ના લીધે હું છેલ્લા બે વર્ષથી મારા વતન પહોંચી શક્યો નથી. મને મારા વતન પેથાપુરમાં આવેલ મારો પરિવાર, મારું મકાન, મારા મિત્રો,મારું તળાવ પાસે વિતાવેલો સમય,તેમજ મહાકાળી માતાના મંદિરે બેસીને મિત્રો સાથે કરેલી વાર્તાલાપ ખૂબ જ યાદ આવે છે. પરંતુ, એકદમ વ્યસ્ત ટાઈમ ટેબલ ના લીધે હું મારા વતન જઈ શક્યો નથી. પરંતુ, આ વખતે મને રોજ મારા વતનની યાદ આવે છે જાણે એવું લાગી રહ્યું છે કે મારું માદરે વતન મને બોલાવી રહ્યું છે.

મારા વતનની સુંદરતા : Mara Vatan ni Sundarta

મારું વતન ગાંધીનગરમાં આવેલ છે. તેનું નામ પેથાપુર છે. એક સુંદર ગામ છે. પણ હવે પેથાપુર નગરપાલિકામાં આવી ગયું છે. પેથાપુર ની સીમમાં ઘણા બધા ખુલ્લા ખેતરો છે તથા મેન બજાર એ શહેર જેવું વિકસિત થઈ ગયું છે.

મારા ગામમાં એક ખૂબ જ સુંદર તળાવ છે જ્યાં અમારા ગામના સરપંચ દ્વારા એક સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે તેના લીધે તળાવ કિનારે બેસવું ઘણું આહલાદક લાગે છે .મારા પેથાપુર ગામમાં ઘણા બધા કપડા ની દુકાન ને લગતા ધંધા છે.

મારા વતન પેથાપુરમાં એક મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે. જેનું હમણાં ફરીથી બાંધકામ કરવામાં આવ્યું છે અને ખૂબ વિશાળ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે દર પુનમે આ મંદિર આગળ મેળો ભરાય છે જેમાં આજુબાજુના ગામની પબ્લિક આવે છે.

મારા વતન ના ખેતરો : Mara Vatan na khetro ( Farms)

મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતાજી સાથે ખેતરમાં તેમની મદદ કરાવવા જતો હતો. મારા ખેતરમાં ત્રણ કેરીના વૃક્ષ હતા તેમજ મારા ખેતરની નજીકથી જ નાની કેનાલ પસાર થતી હતી જેમાં અમે મિત્રો સાથે નાહતા અને ખૂબ જ આનંદ મેળવતા હતા.

મારા પિતાના ટ્રેક્ટર ઉપર હું ઘણી વખત સવારી કરતો હતો અને મારા પિતા સાથે કેરીના ઝાડ નીચે ભોજન લેતો હતો. મારા વતન ના ખેતરો પણ મને ખૂબ જ યાદ આવે છે જાણે એમ મારા ખેતરો પણ મને બોલાવી રહ્યા હોય તેવો મને આભાસ થાય છે.

મારા વતન ના મારા બાળપણના મિત્રો : My childhood friends – Mara Vatan na mitro

મેં નાનપણમાં મારા મિત્રો સાથે મારા વતનમાં ખૂબ જ મસ્તી કરી હતી. મને હંમેશા થી મારા બાળપણના મિત્રો ખૂબ જ વહાલા છે. બાળપણના મિત્રો સાથે વિતાવેલો તળાવ ઉપર મહાકાળી મંદિરના મેળા નો સમય અને ખેતરોમાં કરેલી મસ્તી મને મારા વતનની યાદ દેવડાવે છે.

ઘણી વખત મારા મિત્રોનો ફોન આવે ત્યારે અમારે રાત્રે એક એક કલાક સુધી વાતો ખૂટતી નથી. તેઓ બધા પણ મને ખૂબ જ યાદ કરે છે. પરંતુ અહીં મને તેમ મારા મિત્રોને ખૂબ જ યાદ આવે છે. વિતાવેલો સમય તેમજ જોડે કરેલા તમામ કાર્યો મને મારા વતન તરફ દોરી જાય છે.

મને હવે જાણે લાગી રહ્યું છે કે મને મારું વતન બોલાવી રહ્યું છે ચોક્કસથી આવતા અઠવાડિયે મારા વતન તરફ પાછો ફરીશ.

હું આશા રાખું છું કે મને બોલાવે મારો માદરે વતન આર્ટીકલ તમને પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment