ઝવેરચંદ મેઘાણી પર નિબંધ – Zaverachand Meghani Essay In Gujarati

આજ  ની આ પોસ્ટ હું ઝવેરચંદ મેઘાણી પર નિબંધ – Zaverachand Meghani Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. ઝવેરચંદ મેઘાણી પર નિબંધ – Zaverachand Meghani Essay In Gujarati વિશે  જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ ઝવેરચંદ મેઘાણી પર નિબંધ – Zaverachand Meghani Essay In Gujaratiપર થી મળી રહે. 

ઝવેરચંદ મેઘાણી પર નિબંધ -  Zaverachand Meghani Essay In Gujarati

ઝવેરચંદ મેઘાણી પર નિબંધ – Zaverachand Meghani Essay In Gujarati

ઝવેરચંદ મેઘાણીનો જન્મ Birth of Zaverachand Meghani :-

મારા મતે ઝવેરચંદ મેઘાણી એ આદર્શવાદી  વ્યક્તિ હતા. ઝવેરચંદ મેઘાણીએ સોરઠની ધરતી ખૂંદી વળીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું સંપાદન અને પ્રારંભ  કર્યું છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતના સૌરાષ્ટ્રના બગસરા ગામના રહેવાસી હતા. તેમનો જન્મ આજથી ઈ. સ. 1897માં થયો હતો. તેમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવીને ગુજરાતને અતિઉત્તમ સાહિત્યની ભેટ આપી અને પોતાનુ નામ ગુંજતું કરું છે.

ઝવેરચંદ મેઘાણી ના કાવ્ય ગ્રંથ Poems of Zaverachand Meghani:-

ભારતના દરેક યુવાનો ને વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતાં તેમનાં કાવ્યોનો સંગ્રહ એટલે ‘યુગવંદના’ એ ખુબજ પ્રસિદ્ધિ છે. ઝવેરચંદ મેઘાણી  બુલંદ કંઠે ગાઈ પણ શકતા હતા તેમના માં સાક્ષાત સરસ્વતી માં બિરાજમાન હતા. ઝવેરચંદ મેઘાણી એ મુંબઈના રસ્તાઓ ઉપર એમને કાવ્ય ગાતા સાંભળવા પુષ્કળ અને મોટા ભાગની માનવમેદની એકઠી થતી. લોકો તેમને સાંભળવા તરશી રહેતા હતા.  આટલી મોટીમાત્રામાં ભીડ ભેગી થવા નાં કારણે એમને લીધે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો.

Also Read પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે નિબંધ Prime Minister Narendra Modi Essay In Gujarati

ઝવેરચંદ મેઘાણી ની રાષ્ટ્રભક્તિ જોઈને મહાત્મા ગાંધીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું હતું. તેમજ  પન્નાલાલ પટેલે ઈશાનિયા પ્રદેશની તળપદી બોલીમાં મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી યશસ્વી નવલકથાઓ લખી છે. તેમ ઝવેરચંદ મેઘાણીએ અદભૂત અને શ્રેષ્ઠ સોરઠી ભાષામાં સોરઠ તારાં વહેતાં પાણી,  વેવિશાળ અને તુલસીક્યારો જેવી નવલકથાઓ લખીને પોતાનું ખુબજ નામ રોશન કર્યું છે. 

ઝવેરચંદ મેઘાણી ભણતર Zaverachand Meghani Education:-

ઝવેરચંદ મેઘાણી ભણતર પુરુ કર્યા બાદ તેઓ ઇ.સ. 1917માં કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે કરવા લગીયા. આ કંપનીમાં કામ કરતી વખતે ઝવેરચંદ મેઘાણીને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું.  ઝવેરચંદ મેઘાણી એ ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ તેમને વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત સુંદર દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. 

ઝવેરચંદ મેઘાણી ની નવલકથાઓ Zaverachand Meghani’s Novel :-

ઝવેરચંદ મેઘાણી ની આ નવલકથાઓમાં આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે. તેમણે ટૂંકી વાર્તા, નાટક અને ચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં પણ નોંધપાત્ર કરી પોતાનુ નામ રોશન  કર્યું છે. ઝવેરચંદ મેઘાણી એ ગુજરાતના મૂળ સેવક પૂ. શ્રી રવિશંકર મહારાજના અનુભવોને એમના મુખેથી સાંભળીને પોતાના માણસાઈના દીવા નામના પુસ્તકમાં કલાત્મક રીતે રજૂ કરી એક મહાન રુચિ હશિલ કરી છે. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું નામ રોશન કર્યું છે. 

ઝવેરચંદ મેઘાણી બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં સૌરાષ્ટ્ર નામનાં છાપામાં લખવાની પ્રથમ શરુઆત કરી હતી. તેમાં તેઓ 1923 થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્ર માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ કુરબાનીની કથાઓ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધાર નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના લોકસાહિત્ય Zaverachand Meghani Folklore of Saurashtra :-

 ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન-સંપાદનનું કાર્ય એમણે ખૂબ સરસ અને  નિષ્ઠાપૂર્વક કર્યું છે.  ઝવેરચંદ મેઘાણી નું મહાન કાર્ય તેમને ગામડેગામડે ફરીને લોકો પાસેથી લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદાજુદા અનેક ગ્રંથોમાં પ્રગટ અને વર્ણન કર્યું છે. ઝવેરચંદ મેઘાણીએ સોરઠી સ્ત્રી-પુરુષોમાં રહેલી મર્દાનગી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળકટ લોકભાષાનો પરિચય થાય છે.

ઝવેરચંદ મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ સમજાવ્યું છે. તેમણે સોરઠના લોકસાહિત્યને સંપાદિત કરીને, વિવિધ સાહિત્યસ્વરૂપો રૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન શ્રેષ્ઠ બોધ આપ્યો છે. ઝવેરચંદ મેઘાણી સાહિત્ય દ્વારા આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષનો શ્રેષ્ઠ પરિચય કરાવે છે.

શ્રેષ્ઠ અને મહાન વ્યક્તિનું ઈ. સ. 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે સદાય યાદગાર રહેશે.  ગુજરાતની કદરદાન અને સમજુ જનતા તેમને કદી ભૂલી શકશે નહિ.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment