આજ ની આ પોસ્ટ હુંપ્લાસ્ટિક પ્રદુષણ વિશે નિબંધ – 2022 Plastic Pollution Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નિબંધ – 2022 Plastic Pollution Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નિબંધ – 2022 Plastic Pollution Essay In Gujarati પર થી મળી રહે.
દુનિયાભર માં પ્લાસ્ટીક નું પ્રદુષણ ખુબજ વધી રહ્યું છે. જ્યારથી પ્લાસ્ટિક આવ્યું છે ત્યારથી તે ખુબજ પ્રદુષણ ફેલાવે છે. પ્લાસ્ટિક મોટીમાત્રા માં પૃથ્વી માટે ખુબજ હાનિકારક છે. દિવસે ને દિવસે પ્લાસ્ટિક પૃથ્વી ને દુષિત કરતી જાય છે. પ્લાસ્ટિક આજકાલ દરેક જગ્યાએ જોવા મળે છે. લોકો તેનો ઉપયોગ ફક્ત તેમના આરામ અને સરળ માટે કરી રહ્યા છે. આપણાં માંથી, કોઈને ખ્યાલ નથી કે તે આપણા ગ્રહને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.
પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નિબંધ – 2022 plastic pollution Essay In Gujarati
આપણે તેના પરિણામો વિશે જાગૃત અને રોકવા ની સખ્ત જરૂર છે જેથી આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકી શકીએ. આપણે આપણાં બાળકોને નાનપણથી જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેવું શીખવવું જોઈએ. એ જ રીતે, પુત્ત વયના લોકોએ એકબીજાને તે જ રીતે શીખવાડવું જોઈએ. તેમજ, સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણને વધુ મોડું થાય તે પહેલાં તેને રોકવા માટે કડક અને સત્ખ પગલાં લેવા જોઈએ.
પૃથ્વી પર પ્લાસ્ટિક નો મારો No More Plastic On Earth :-
પૃથ્વી પર પ્લાસ્ટિક સૌથી વધુમાંવધુ ઉપયોગમાં લેવાતા પદાર્થોમાંનું એક બની ગયું છે. પ્લાસ્ટિક આજ ના સમયમાં બજારો, સુપરમાર્કેટથી લઈને સામાન્ય ઘરો સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. પ્લાસ્ટિક શા માટે છે? આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ધટાડવાને બદલે કેમ વધી રહ્યો છે? તેનું મૂળ કારણ એ છે કે પ્લાસ્ટિક ખૂબ સસ્તું અને સારું હોય છે. કાગળ અને કાપડ જેવા અન્ય વિકલ્પો કરતાં તેની કિંમત ખુબજ ઓછી છે. તેથી જ પ્લાસ્ટિક ખૂબ સામાન્ય છે.
Also Read Soil Pollution Essay In Gujarati 2022 ભૂમિ પ્રદુષણ પર નિબંધ
અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને સારું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રવાહી અથવા નક્કર કોઈપણ વસ્તુ ને રાખવા માટે થઈ શકે છે. તદુપરાંત, પ્લાસ્ટિક વિવિધ સ્વરૂપોમાં આવે છે જેને આપણે સરળતાથી ફોલ્ડ કરી શકીએ છીએ.પ્લાસ્ટિક પ્રદૂષણએ માનવજાત, વન્યજીવન અને જળચર જીવન સહિત સમગ્ર પૃથ્વીને ખુબજ ખરાબ અસર કરી રહ્યું છે. તે એક ઝેરીરોગની જેમ ફેલાઈ રહ્યો છે જેનો કોઈ પણ ઈલાજ નથી. આપણે બધાએ આપણા જીવન પર તેની થઈ રહેલી હાનિકારક અસરને સમજવી જોઈએ જેથી તેને શક્ય તેટલી વહેલી તકે ટાળી શકાય.
પ્લાસ્ટિકની માઠી અસરો Environmental Effects Of Plastic :-
તેમજ આપણે જોઈએ છીએ કે પ્લાસ્ટિક એ ઝેરી બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રી છે. તે પૃથ્વીનો સાથ છોડતો નથી. પ્લાસ્ટીકનો સૌથી મોટો પોઇન્ટ આપણે પ્લાસ્ટિકને જમીન કે પાણીમાં ઓગાળી શકતા નથી, તે કાયમ રહે છે. એટલે પ્લાસ્ટિકનો વધુને વધુ ઉપયોગ એટલે વધુ પ્લાસ્ટિક જે ઓગળશે નહીં. તેથી, પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉછાળો ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યો છે.
પ્લાસ્ટિકએ આપણા પાણીને ખુબજ ખરાબ રીતે પ્રદૂષિત કરી રહ્યુ છે. માનવીઓ દર વર્ષે ટનમાં પ્લાસ્ટિક મોટો દુષિત જથ્થો સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. પ્લાસ્ટિક ઓગળતું ન હોવાથી, તે પાણીમાં જ રહે છે અને તેની શુદ્ધતાને અને શુધ્ધ પાણી ને અવરોધે છે. આમ તેની અંદર રહેલા જળચડ પ્રાણીઓ ને પણ મોટા ભાગે નુકસાન થઈ રહ્યુ છે. આના પરથી એમ કહી શકાય કે આગામી વર્ષોમાં આપણી પાસે સ્વચ્છ પાણી નહીં રહે.
તેમજ, પ્લાસ્ટિક આપણી દિવ્ય જમીનને પણ પ્રદૂષિત કરે છે.
જ્યારે માનવીઓ લેન્ડફિલ્સમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકે છે, ત્યારે જમીનને ખુબજ મોટું નુકસાન થાય છે. તે જમીનની ફળદ્રુપતાને બગાડે છે તેથી તે જમીન પર ખેતી થઈ શકતી નથી. આ બધું પ્રદુષણ થવાથી આવા વિસ્તારો માં વિવિધ રોગ-વાહક જંતુઓ એકઠા થાય છે, જે જીવલેણ બીમારીઓનું કારણ બને છે.
સૌથી અગત્યનું અને મહત્વનું પ્લાસ્ટિક પ્રદૂષણ દરિયાઈ જીવનને મોટું નુકસાન પહોંચાડે છે. માનવીઓ એ પાણીમાં ફેંકેલા દુષિત પ્લાસ્ટિકના કચરાને જળચર પ્રાણીઓ ખોરાક સમજવામાં આવે છે. તેઓ તેને ખાય છે અને અંતે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક ના કારણે બેજુબાન અને નિર્દોષ પ્રાણીઓ મૃત્યુ પામે છે.
હાલ ના સમયમાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે પ્લાસ્ટિક પ્રદૂષણ પૃથ્વી પરના દરેકના જીવનને બરબાદ કરી રહ્યું છે. તેને રોકવા માટે આપણે અને સરકારે બંનેએ ભેગાં મળીને મોટા પગલા ભરવા જોઈએ.આપણે પ્લાસ્ટિકની થેલીઓને તાડીને બદલે કાપડની થેલીઓ નો ઉપયોગ કરવો જોઈએ. આપણે જ આપણી ધરતી માટે જાગૃત થવું જોઈએ. જો આપણે પ્લાસ્ટિક ખરીદી રહ્યા છીએ, તો આપણે તેનો પુનઃઉપયોગ કરવો જોઈએ. તેથી પ્લાસ્ટિકનો ઓછો ઊપયોગ થશે.
મને આશા છે આપને મારો આ લેખ પસંદ આવ્યો હશે અને તમને જોઈતી માહિતી મળી રહી હશે.