આજે હુંજીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujaratiપોસ્ટ પરથી મળી રહે.
જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati
તહેવારોમાં સમાજને મજબૂત કરવાની ક્ષમતા હોય છે તેથી જ જીવનમાં તહેવારોનું ખૂબ મહત્વ છે. આજના જમાનામાં લોકો પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે તેમને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનું ભાન પણ હોતું નથી. લોકો તેમની જવાબદારી ફરજ, કર્તવ્ય માં ખૂબ ડૂબેલા રહે છે. તેથી જ જીવનમાં તહેવારનું ખુબ મહત્વ છે તહેવાર આવતાની સાથે લોકો તેમજ તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે.
જીવનમાં તહેવારો નુ મહત્વ Importance Of Festivals :-
માનવજાતિ તહેવારોનું ખૂબ મોટું મહત્વ છે આ ધરતી પર અલગ અલગ જાતિ તથા ધર્મના લોકો રહે છે અને બધા જ લોકોના પોતાના અલગ-અલગ તહેવારો હોય છે પરંતુ આ બધા તહેવારોમાં એક સમાનતા દેખવામાં આવે છે તે જે પ્રસન્નતા નો નિર્માણ.
Also Read આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati
બધા જ તહેવારો સાથે બદલાવ નો કંઈક ને કંઈક સંદેશો જરૂર છુપાયેલો હોય છે તેનો ઉદ્દેશ માનવ જાતિના વિચારોનું નવીનીકરણ કરવાનો તથા સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના પેદા કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે ભારતનો સૌથી મોટામાં મોટો તહેવાર દિવાળી ગણવામાં આવે છે તેનો મૂળ ઉદ્દેશ સમાજમાં ન્યાય અને સદભાવના વિચારનો ઉદ્દેશ ધરાવે છે. ફટાકડા અને દીવા તો ખાલી સાધન જ છે પરંતુ તેનો મૂળ ઉદ્દેશ દિવાળી ના ઇતિહાસ તથા પરિભાષામાં હોય છે.
ભારતમાં ઉજવાતા તહેવારો Festivals Celebrated In India :-
ભારત દેશના તહેવારોનો દેશ પણ કહેવામાં આવે છે કારણ કે આ દેશમાં બધા જ ધર્મના લોકો કહે છે તેથી દર મહિને કંઈકને કંઈક તહેવારોનો આગમન ચાલ્યા કરે છે. ભારતમાં તહેવાર મેં ફક્ત કહેવાય દ્વારા જોવામાં આવે છે પછી તે કોઈ પણ ધર્મ કે સંપ્રદાય હોય તેનું કોઈ જ લેવાદેવા હોતું નથી.
ભારતમાં હિંદુ લોકો દ્વારા દુર્ગાપૂજા, વસંત પંચમી ગણેશ ચતુર્થી, રથયાત્રા, શિવરાત્રી ,રક્ષાબંધન અને અન્ય ઘણા હિન્દુ તહેવારો આખા ભારતમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.
ભારતના મુસ્લિમો ત્રણ તહેવારો નું મહત્વ છે મોહરમ ,ઈદ-એ-મિલાદ, ઈદ-ઉલ-જુહા. ખ્રિસ્તીઓ દ્વારા નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે ભગવાન ખ્રિસ્તના પવિત્ર જન્મ દિવસ તરીકે ઉજવાય છે. શીખ લોકો ગુરુ નાનકનો જન્મ દિવસ ઉજવે છે બૌદ્ધ અને જૈન દ્વારા બુદ્ધ – પૂર્ણિમા,મહાવીર જયંતી મનાવવામાં આવે છે.
ભારતના પરિદ્રશ્ય માં તે એક સુખદ લક્ષ્ય છે કે દરેક ધર્મના સ્ત્રી અને પુરુષો અન્ય સમુદાયના તહેવારોનો આનંદ ઉલ્લાસથી ઉજવણી કરે છે આમ રાષ્ટ્રીય રાષ્ટ્રીય એકીકરણ મજબૂત રીતે જોવા મળે છે.
તહેવારો પૌરાણિક કથા અને પુરાણો સાથે જોડાયેલા છે. આપણે આપણી સંસ્કૃતિને યથાવત રાખવા માટે તહેવારો ઊજવવા જોઈએ. તહેવારો ની ઉજવણીથી આપણા ઘર પરિવાર , પાડોશી, મિત્રો વચ્ચેના સંબંધો મજબૂત થાય છે. તહેવારોથી આપણા દૈનિક જીવનમાં ખુશીઓનો માહોલ છવાય છે.
તહેવારોમાંથી મેળવવામાં આવતી શીખ Lessons Learned From Festivals :-
કહેવામાં આવે છે કે લોકો માં એકતા અને એકબીજા થતી ભાઈચારાનો ભાવ જાગૃત કરવા માટે અમુક તહેવારો નું ગઠન કરવામાં આવે છે પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો છે તેની સાથે લોકો સમાજમાં ઉજવવામાં આવતા તહેવાર મા બહુ ઓછી રુચિ લેતા હોય તેવો જોવામાં આવે છે હમણાં જ થોડા સમય પહેલાં ભારત દ્વારા નિર્મિત તહેવાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તે ની શરૂઆત માનવજીવનમાં સ્વસ્થ મન સ્વસ્થ શરીર અને મન પ્રદાન કરવાનો ઉદ્દેશ હતો પરંતુ તેમાં ભાગ લેતા લોકોની સંખ્યા ખૂબ ઓછી હતી.
તેમજ દુર્ગાપૂજા ,બાલદિવસ ,ગાંધીજયંતી, મહાવીર જયંતી ,ભગવાન બુદ્ધ જયંતિ વગેરે તહેવારો નું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ લોકો લોકોને આ તહેવારો દ્વારા આપવામાં આવતી શીખ પ્રત્યેની રુચિ ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે.
સુધારાના રૂપમાં આ તહેવારો નું નવીનીકરણ થવું જોઈએ અને એના પાછળ છુપાયેલા ઉદ્દેશ નો દરેક લોકો સુધી પહોંચવી જોઇએ જેમ કે પર્યાવરણ દિવસ પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ દશામાં આવે છે પરંતુ તેના બદલે આખા વર્ષ દરમિયાન આપણા નાના મોટા કામો દ્વારા પર્યાવરણની રક્ષા કરવી જોઈએ.
આપણા દેશમાં આટલા બધા વિભિન્ન લોકો હોવાq છતાં પણ આપણા દેશના બધા જ લોકો દરેક તહેવારો હળી મળીને ઉજવે છે. આ તહેવાર જ છે જે અનેકતામાં એકતા ની તરફ લઇ જવાનું કાર્ય કરે છે ભાઈચારાની ભાવના જાગ્રત કરે આ પ્રમાણે જીવનમાં તહેવારોનું ખૂબ જ મહત્વ જોવા મળે છે.
માનવ જીવનમાં તહેવારોનુ ખૂબ જ મહત્વ છે. દુનિયામાં અલગ અલગ જાતિના તેમજ ધર્મના લોકો રહે છે તેમના અલગ અલગ તહેવારો હોય છે. પરંતુ બધાં જ તહેવારોમાં એક જ સમાનતા હોય છે જે “સમાજીક જોડાણ.”