આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati

આજે હું આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati પરથી મળી રહે.

આપણા ભારત દેશમાં દરેક ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે આપણા દેશમાં દિવાળી બેસતુ વરસે હિન્દુઓનું મુખ્ય તહેવાર ગણવામાં આવે છે આપણો દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે એટલે દરેક ધર્મના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે આપણા જીવનમાં તહેવારોનું ખૂબ મહત્વ છે આપણા ભારત દેશમાં દરેક તહેવાર જેવા કે ઉત્તરાયણ રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી હોળી ધુળેટી દિવાળી જેવા મુખ્ય તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે ભારત દેશમાં દરેક મહિનામાં એક કે બે તહેવારો તો આવે છે.

આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati

આપણા ઉત્સવો પર નિબંધ Our Festivals Essay in Gujarati

વ્યક્તિના જીવનમાં ઉત્સવ તો જરૂરી જ છે જેના લીધે દરેક વ્યક્તિ તેના અભ્યાસ ટાઇમ ટેબલ માંથી ટાઈમ નીકાળીને પોતાના પરિવાર સાથે ટાઈમ આપી શકે છે. આપણા દેશમાં મોટાભાગની વસ્તી હિન્દુ ધર્મની છે આપણા દેશમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો લેવામાં આવે છે જેમાં મોટામાં મોટો તહેવાર દિવાળી છે આ ઉપરાંત જન્માષ્ટમી નવરાત્રી રામનવમી દશેરા ઉત્તરાયણ હોળી ધુળેટી જેવા અનેક તહેવારો ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.

Also Read જીવનમાં તહેવારોનું મહત્ત્વ પર નિબંધ The Importance of Festivals in life Essay in Gujarati

આ ઉપરાંત મુસલમાનોના તહેવાર જેવા કે બકરી ઈદ રમજાન ઈદ મોહરમ પણ તેમના દ્વારા ઉજવવામાં આવે છે આ ઉપરાંત પંજાબી દ્વારા લોહરી ઉજવવામાં આવે છે. આમ આપણા દિવસમાં સર્વ ધર્મ સન્માન સાથે દરેક ઉત્સવ ઉજવવામાં આવે છે.

ભારતમાં ઉજવાતા અલગ-અલગ તહેવારો Different festivals celebrated in India:-

ભારત તેના સમગ્ર વિશ્વમાં તેના સાંસ્કૃતિક પારંપરીક તહેવારો માટે ખૂબ જ જાણીતું છે ધર્મ ,ભાષા સંસ્કૃતિ અને જાતિઓના વિવિધતાથી ભરેલા ધર્મ નિરપેક્ષ દેશ હોવાથી દર મહિને કોઈને કોઈ તહેવારોની ઉજવણી થતી જોવા મળે છે.

ભારતમાં દરેક તહેવારો અમુક ધાર્મિક અમુક ઋતુઓ પર આધારિત ઉજવવામાં આવે છે જ્યારે કેટલાક એવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પણ હોય છે.
ભારતના દરેક તહેવાર વિવિધ ધાર્મિકતા વિધિઓ અને પારંપરિક અનુસાર અને માન્યતા પ્રમાણે ઉજવવામાં આવે છે ભારતના દરેક તહેવારો માટે નો ઈતિહાસ દંતકથા અને ઉજવણીનું મહત્વ પણ ધરાવે છે. દરેક તહેવારો લોકો વચ્ચે બંધન ,પ્રેમ અને ખુશીઓ લાવવાનું કાર્ય કરે છે.

રાષ્ટ્રીય તહેવારો National Festivals:-

આપણા દેશમાં રાષ્ટ્રીય તહેવાર તે મહાન સ્વતંત્ર સેનાનીઓ ની દેશભક્તિ રાષ્ટ્રપતિ તેમણે આપેલા બલિદાનના માનમાં ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારો બધા જ ધર્મના લોકો ભેગા થઈને ઉજવે છે.

રાષ્ટ્રીય તહેવારો જેવા કે ગાંધી જયંતી, સ્વતંત્ર દિવસ ,પ્રજાસત્તાક દિવસ સમગ્ર રાષ્ટ્રમાં તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારો ભારતને સ્વતંત્ર કરાવવા માટે બ્રિટિશ શાસન થી મુક્ત કરાવવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપેલા બલિદાનને યાદ કરવામાં આવે

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવા માટે આખા રાષ્ટ્ર એક થઈને રાષ્ટ્રીય ભક્તિ રાષ્ટ્રવાદની ભાવના દરેક જગ્યાએ જોવા મળે છે. આ દિવસોએ સરકારી તેમજ સરકારી સંસ્થાઓ ભારતીય ઝંડો ફરકાવે છે. તેમજ ઘણી સ્કૂલોમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તેમજ અમુક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે અને નાના બાળકોને મીઠાઈઓ પણ આપવામાં આવે છે.

ધાર્મિક તહેવારો Religious Festivals:-

ભારતમાં હિન્દુ ,મુસ્લીમ, શીખ, ઇસાઇ અન્ય ધર્મના ઘણા લોકો રહે છે અને તેમના અલગ અલગ તહેવારો હોય છે. પરંતુ ભારતમાં બધા જ તહેવારો બધા લોકો એકસાથે મળીને ઉજવે છે. આ બધા જ તહેવારોની ઉજવણી વિભિન્ન ધર્મ અને તેમની પરંપરા અને અનુસાર ઉજવવામાં આવે છે.

ભારતમાં દરેક તહેવાર એક સંયુક્ત સાંસ્કૃતિક દ્વારા ઉજવણી કરવામાં આવે છે આ ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને દરેક લોકો દેશની એકતા દર્શાવે છે તેમજ સામાજિક બંધનોને પ્રોત્સાહિત કરે છે.

મોસમી તહેવારો Seasonal Festivals:-

ભારતમાં ઘણા બધા તહેવારો મોસમની પ્રકૃતિના હોય છે તેઓ મોસમ માં ફેરફાર ની જાહેરાત કરે છે તમામ તહેવારો ની પાકની કાઢવાનું ખરીફ( ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં) અને રવિ (માર્ચ અને એપ્રિલ મહિનામાં )દરમિયાન ઉજવવામાં આવે છે.

વસંત ઋતુ તે મોસમી તહેવાર નો બીજો સમયગાળો ગણવામાં આવે છે પંજાબમાં લોહરી તહેવાર શિયાળુ પાકની લેવાણ પોંગલ, મકરસંક્રાંતિ ની ઉજવણી ડાંગરના પાકની ઉપાડ નું ચિન્હ દર્શાવે છે. હોળી અને બેશાખી નવા રવિ પાકની ઉપાડ્યો નું ચિન્હ દર્શાવવામાં આવે છે આ તહેવારો ખેડૂતોના જીવનમાં આનંદ અને સંપત્તિનું આગમન દર્શાવતું પ્રતીક છે.

વસંત પંચમી તે હિન્દુઓના એક પ્રમુખ તહેવાર છે આ તહેવાર ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં આવે છે વસંત પંચમી તે વસંત ઋતુ અને હોળીના પર્વનો શુભ આરંભ છે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે ગીતો ગાવા ઉજવવામાં આવે છે. ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે.

આખા વિશ્વમાં બધા જ તહેવારો ઉજવવામાં આવે છે પરંતુ ભારત તે તહેવારોનો દેશ ગણવામાં આવે છે આ દેશમાં સાંસ્કૃતિક સમૃદ્ધિ નો પ્રતીક છે. ભારત દેશમાં દરેક ધર્મના લોકો સાંસ્કૃતિક પારંપરિક રીતે તહેવાર ઉજવી ઉજવે છે અને પોતાના પરંપરાગત નો પ્રચાર કરે છે. આપણા દેશમાં ઉજવાતા બધા જ તહેવારો આપણા દેશની અનેકતામાં એકતાનો સંદેશ આખા વિશ્વને આપે છે.



About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment