જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

આ પોસ્ટ હું જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું.જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

જનસેવા એજ પ્રભુસેવા પર નિબંધ Janseva ej Prabhuseva Essay in Gujarati

આપણા બધાના જીવનમાં ભગવાનની સેવાનો ખૂબ જ મહત્વ છે તેમજ અલગ અલગ ધર્મના લોકો તેમના ઇષ્ટદેવ અથવા ભગવાન પર વિશ્વાસ રાખતા હોય છે. ભગવાનની પૂજા ભક્તિ કરવી ,આરાધના કરવી તે સારું કાર્ય છે પરંતુ જો તમે જન સેવા કરતા હોવ તો તે એક પ્રકારની ભગવાનની સેવા જ ગણાય છે. તેથી જ કહેવાય છે કે “જન સેવા એ પ્રભુ સેવા”.

Also Read પૂજે જનો સૌ ઊગતા રવિ ને પર નિબંધ Worship the Rising Sun Essay in Gujarati

તેથી આપણે આપણા થી થતી બનતી કોશિશ કરીને લોકોની સેવા કરવાનું તેમજ તેમને મદદ કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. ઘણા બધા લોકો જેમ કે મધર ટેરેસા તે લોકોને બનતી મદદ કરતા હતા . તેમનાથી પ્રેરણા લઈને સેવાનું કાર્ય કરવું જોઈએ. એવું જરા પણ નથી કે તમે કોઈને આર્થિક સ્થિતિ આ મદદ કરો તે જન સેવા કહેવાય તમે કોઈપણ વ્યક્તિને તેની જરૂરિયાત ની વસ્તુ તેમના જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપીને પણ મદદ કરી શકો.

ગરીબને શિક્ષણ પૂરું પાડવું તે પણ એક જનસેવા છે : Providing free education to poor people

જો આપણે એવું સારા પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન કુટુંબ ન હોય તો આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે ગરીબ વિદ્યાર્થી કે જે ભણવામાં હોશિયાર હોય તેવા વિદ્યાર્થીઓના ભણતરનો ખર્ચ ઉપાડવો જોઈએ જેથી કરીને તે આગળ જતા એક સફળ વ્યક્તિ બની શકે અને તે પોતે તેના પરિવારને ગરીબી માંથી મુક્ત કરાવી શકે.

ગરીબ વ્યક્તિને અનાજની સાથે શિક્ષણ આપવું તે ખૂબ મોટું દાન ગણાય છે. જેના લીધે વ્યક્તિને ખૂબ જ પુણ્ય મળે છે આ રીતે કરેલી જનસેવા એ પ્રભુ સેવા જ કહેવાય છે.

ઘ બધી ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી જનસેવા : Janseva by many religious temple

આપણા દેશમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે ગરીબ વ્યક્તિઓને બે સમય ભોજન પૂરું પાડે છે તેમજ તેમને વાળ તહેવારે કપડા પૂરા પાડે છે. ઘણા બધા મંદિરો પણ છે કે ત્યાં 365 દિવસ મફત અનાજનો ભંડારો હોય છે જ્યાં ઘણા બધા લોકો ભોજન કરતા હોય છે.

સાચે જ આ બધી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી જનસેવા એ પ્રભુ સેવા જ છે. ઘણી બધી એવી સંસ્થાઓ પણ હોય છે કે જે તમને તેમને આર્થિક રીતે સહાય કરે છે તથા ભણવામાં મદદ કરે છે અને ઘણી એવી સંસ્થા હોય છે કે જે વ્યક્તિને પોતાનો ધંધો કરવા માટે આર્થિક રીતે સહાય કરતા હોય છે અને પોતે આત્મ નિર્ભર બને એમ તેવું ઈચ્છતા હોય છે.

ગરીબ વ્યક્તિનો મફત ઈલાજ કરાવીને કરવામાં આવતી જનસેવા એ જ પ્રભુ સેવા : Janseva ej Prabhusheva

ઘણી બધી સંસ્થાઓ એવી હોય છે કે જે ગરીબ વ્યક્તિના ઈલાજ નો ખર્ચ પોતે ઉપાડતી હોય છે. તેમજ તેમને ઈલાજ બાદ સારું પૌષ્ટિક આહાર પણ આપતી હોય છે. સાચે જ આવી વ્યક્તિઓ માટે આવી સંસ્થાઓ ભગવાન થઈને આવે છે કે જે તેમની બીમારી દૂર કરવામાં મદદ કરે છે.

ઘણા બધા વ્યક્તિઓ દ્વારા ગુપ્ત દાન પણ કરવામાં આવે છે જેનો ઉપયોગ જન સેવાના કાર્યોમાં કરવામાં આવે છે. આમ વ્યક્તિ પરોક્ષ રીતે પ્રભુ સેવા જ કરતો હોય છે. એ સાચું જ છે કે ગરીબ લોકોની મદદ કરવાથી ભગવાન હંમેશા માટે આપણી પર ખુશ રહે છે

આપણા સમાજને સારા વ્યક્તિઓની જરૂર પરંતુ “એક સારા વ્યક્તિ બનવા માટે આપણે પહેલા માનવ બનવાની જરૂર છે.” ગરીબ લોકો જે પોતાના બાળકને શિક્ષણ પૂરું પાડી શકતા નથી તે બાળકોને શિક્ષણ પ્રાપ્તિ માટેની સુવિધા પૂરી પાડે તે એક સારામાં સારી સેવા છે. કોઈ ભૂખી વ્યક્તિને તમે ભોજન આપો તે પ્રભુ સેવા છે.

આમ જો તમે સક્ષમ હોય સુખી સંપન્ન હોવું તો તમારે બને તેટલા જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ. તેનાથી મોટુ ધર્મનું કોઈ પણ કાર્ય નથી. તમે આવા વ્યક્તિની મદદ કરી હશે તો તમને તે વ્યક્તિ દ્વારા હંમેશા માટે આશીર્વાદ મળશે. અને ભગવાન પણ તમારા ઉપર ખુશ રહેશે અને વ્યક્તિને હજુ સુખી સંપન્ન બનાવશે કે જેથી તે બીજા અન્ય લોકોની મદદ કરી શકે.

હું આશા રાખું છું કે જનસેવા એ જ પ્રભુસેવા આર્ટિકલ તમને પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment