Inflation hit! Essay In Gujarati મોંઘવારી નો માર! પર નિબંધ 2022

આજ  ની આ પોસ્ટ હું  મોંઘવારી નો માર! પર નિબંધ – Inflation hit! Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. મોંઘવારી નો માર! પર નિબંધ – Inflation hit! Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ મોંઘવારી નો માર! પર નિબંધ – Inflation hit! Essay In Gujarati પર થી મળી રહે. 

Inflation hit! Essay In Gujarati મોંઘવારી નો માર! પર નિબંધ 2022

મોંઘવારી નો માર! પર નિબંધ –  Inflation hit! Essay In Gujarati

મોંઘવારી નો માર!  – Inflation hit!

 આખી દુનિયા માં દિવસે દિવસે મોંઘવારી નું પ્રમાણ ખુબજ વધી રહ્યુ છે. એની અસર આપણા દેશ પર પણ થઈ રહી છે. આપણા દેશમાં પણ દિવસે દિવસે મોંઘવારી, ગરીબી , બેકારી ભૂખમરો જેવી મોટી મોટી સમસ્યાઓ નું પ્રમાણ વધતું જાય છે. મોંઘવારીએ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. 

આજના સમયમાં એક ગરીબ માણસ ને પોતાનું ગુજરાન ચલાવું  ખુબ જ અઘરું બની ગયું છે.  આજ ના સમયમાં જરૂરિયાત વસ્તુઓ જેવી કે દૂધ, ધી, શાક વગેરે જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ માં મોંઘવારી વધવા ના કારણે ગરીબ માણસ ને પોતાનું જીવન ચલાવું ખુબજ અઘરું થઈ ગયું છે.   

આજ થી બે દાયકા પહેલાં સામાન્ય માણસો પણ  પોતાનું ગુજરાન સારી એવી રીતે ચલાવી લેતા હતા. એ સમયે લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. પરંતુ આજ સમય માં એ શકય નથી. આજ ના સમયમાં માં બધી જ ચીજવસ્તુઓ નો ભાવ એટલો બધો વધી ગયો છે.

વધતી મોંઘવારીના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન ખુબજ મુશ્કેલ બની ગયું છે. અત્યાર ના સમયમાં  સતત વધતી જતી મોંઘવારીના કારણે લોકોના માટે અનાજ , કપડાં અને મકાન જેવી પ્રાથમિક જીવન જરૂરિયાતો પૂરી પાડવી ખૂબજ  મુશ્કેલ બની  ગઈ છે. સામાન્ય માણસ આજ નાં સમયમાં બે સમય નું સાદુ ભોજન જમી પોતાનું જીવન સાદયથી વિતાવે છે. 

Also Read, 21 મી સદીમાં પ્રવેશતા ભારત સામેના પડકારો પર નિબંધ India in the 21st Century Essay in Gujarati

આજ ના સમય માં સામાન્ય માણસ ને મોંઘવારી સામે જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ કઠોર કઠોર પરિશ્રમ કરવો પડે છે છતાં પણ લોકો પોતાની જરૂરિયાતો પૂરી ન થતાં કેટલાય લોકો તણાવયુક્ત જીવન જીવે છે. એક સામાન્ય માણસ આટલી બધી મોંઘવારી વધતી જતી હોવા નાં કારણે પોતનું જીવન જીવવા માટે ચોરી, લૂંટફાટ જેવા રસ્તાઓ પણ અપનાવતા હોય છે. 

ગામડાંઓ માં વસતા કેટલાક લોકો ને પૂરતી આવક ન મળતી હોવા નાં કારણે લોકો શહેર તરફ વળે છે. જેના કારણે શહેર માં વસ્તિગીચતા વધે છે અને વસ્તુઓ ની માંગ વધે છે. ગામડે થી ઉદ્યોગો માટે આવતા કામદારો શહેર માં વસવાટ કરતા હોવાથી શહેર માં ધરો ની માંગ વધે છે અને ધરોનો ભાવ વધારે હોવા નાં કારણે તેઓ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરવા મજબૂર બને છે. 

 જેના લીધે ગંદકીનું પ્રમાણ ખુબજ વધે છે અને ગંદકી નું પ્રમાણ વધવાથી આવા વિસ્તારોમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધવાથી બીમારીનું પ્રમાણ પણ વધે છે. ત્યારબાદ દવાખાના ના ધર થાય છે અને સામાન્ય માણસ ને દવાખાના ની  મોંઘવારી પોષાતી નથી તેથી તેઓ ને લોન લેવી પડે છે. 

મોંઘવારી થી કઈ રીતે બચવું – How to survive from Inflation

પહેલાંના સમયની સરખામણીમાં આજના સમયમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને રોજગારીની તકોમાં ખુબજ  વધારો થયો છે. પહેલાં ના સમય  કરતાં આજ નાં સમય માં લોકોની આવકમાં વધારો થયો છે, તેમ છતાં પણ મોંઘવારીના લીધે માણસ તણાવયુક્ત જીવન જીવે છે.

Reason For Inflation 

એટલે મોંઘવારી વધવા પાછળ માણસ પોતે જ જવાબદાર છે. 

આજ માં સમય માં લોકો મોજ શોખ, દેખાદેખી પાછળ જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે. આપણે  ચીજવસ્તુની જરૂરિયાત પૂરતી જ ખરીદી કરીએ તો બજારમાં એની અછત ના સર્જાય જેથી બીજા લોકો પણ એ ખરીદી શકે.

 જેનાથી આપણે મોંઘવારી અટકાવી રાખી શકીએ છીએ. આપણે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. જેથી આપણો સમય પણ ઓછો વપરાય. જેનાથી લોકોની વધતી જતી માંગ સામે પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય. જેનાથી મોંઘવારી વધે નહીં.

આપણી સરકારએ ભાવનિયંત્રણ માટે ચોક્કસ કાયદાઓ બનાવવા જોઈએ. જેથી કરી ને વેપારીઓ લોકો પાસે થી  વધારે ભાવ નાં લે. ચીજવસ્તુઓના કાળાબજાર અને સંગ્રહખોરી કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને કડક સજા થાય એવી જોગવાઈ કરવી જોઈએ. 

મને આશા છે તમને મારો  આ લેખ ગમીઓ હસે અને તમને પૂરતી માહિતી મળી રહી હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment