ગણેશ ચતુર્થી પર નિબંધ 2024 Ganesh Chaturthi Essay in Gujarati

આજે હું ગણેશ ચતુર્થી પર નિબંધ Ganesh Chaturthi Essay in Gujarati આર્ટિકલ વિશે લખવા જઈ રહ્યો છું.ગણેશ ચતુર્થી વિશે જાણવા માટેગણેશ ચતુર્થી પર નિબંધ Ganesh Chaturthi Essay in Gujarati આર્ટિકલ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને તેમને જોતી માહિતી પરથી ગણેશ ચતુર્થી પર નિબંધ Ganesh Chaturthi Essay in Gujarati મળી રહે.

ગણેશ ચતુર્થી પર નિબંધ Ganesh Chaturthi Essay in Gujarati: ગણેશ ચતુર્થી તે હિંદુ ધર્મનો બહુ લોકપ્રિય તહેવાર છે. ગણેશ ચતુર્થી ભક્તિ ભાવથી અને ખુશીઓથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ગણેશજી ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. ભગવાન ગણેશ બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા છે. ગણેશ ચતુર્થી આવતા પહેલા બજારોમાં તેની રોનક દેખાવા લાગે છે. ગણેશચતુર્થી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે.

ગણેશ ચતુર્થીની ઉજવણી કરતી વખતે લોકો ભગવાન ગણેશ (વિગ્નેશ્વર)ની પૂજા કરે છે. ગણેશ હિંદુ ધર્મમાં સૌથી વધુ લોકપ્રિય દેવતા છે જેની પરિવારના દરેક સભ્ય દ્વારા પૂજા કરવામાં આવે છે. કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા લોકો હંમેશા તેમની પૂજા કરે છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવવામાં આવે છે જો કે હવે લગભગ તમામ રાજ્યોમાં ઉજવણી થવા લાગી છે. તે હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો જ્ઞાન અને સમૃદ્ધિના દેવની પૂજા સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરે છે.

ગણેશ ચતુર્થી પર નિબંધ 2022 Ganesh Chaturthi Essay in Gujarati

ગણેશ ચતુર્થી પર નિબંધ2023 Ganesh Chaturthi Essay in Gujarati

ગણેશ ચતુર્થી ની ઉજવણી Celibration of Ganesh Chaturthi:- ભક્તો ભગવાન ગણપતિની મૂર્તિ પોતાના ઘરે લાવે છે અને તેની પૂરી આસ્થાથી અને શ્રદ્ધાથી મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જ્યારે ગણેશજીને પોતાના ઘરે લાવવામાં આવે છે ત્યારે ગણેશજી બહુ બધી ખુશી, સમૃદ્ધિની, સુખ અને શાંતિ લઈને આવે છે અને ૧૧મા દિવસે જ્યારે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે ભગવાન બધા દુઃખ દૂર કરીને જાય છે.

ઘણા બધા લોકો પોતાની સોસાયટી, ઘરોમાં ભગવાન નીસ્થાપના કરે છે. ખૂબ સારી રીતે મંડપ બાંધીને બહુ બધી રોશની કરીને તેમજ ફૂલો પાથરીને સુશોભન કરવામાં આવે છે. આસપાસના બધા લોકો પ્રાથના તેમજ આરતી કરવા પર રોજ આવે છે.

ગણેશ ચતુર્થીના દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરે છે, સ્વચ્છ વસ્ત્રો પહેરે છે અને ભગવાનની પૂજા કરે છે. તેઓ ઘણી વસ્તુઓ અર્પણ કરે છે અને મંત્રો, આરતી ગીત અને ભક્તિ ગીતો દ્વારા ભગવાનને પ્રાર્થના કરે છે અને હિન્દુ ધર્મની અન્ય ધાર્મિક વિધિઓ કરે છે.

અગાઉ આ તહેવાર અમુક પરિવારોમાં જ ઉજવવામાં આવતો હતો. બાદમાં તેને મૂર્તિ સ્થાપન અને મૂર્તિ વિસર્જનની વિધિ સાથે તહેવાર તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું જેથી મોટો પ્રસંગ બને તેમજ કષ્ટોમાંથી મુક્તિ મળે.

Ganesh Chaturthi : Festival of blessing

1893માં લોકમાન્ય તિલક (સમાજ સુધારક, ભારતીય રાષ્ટ્રવાદી અને સ્વાતંત્ર્ય સેનાની) દ્વારા તહેવાર તરીકે તેની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે તેમણે બ્રિટિશ શાસન સામે ભારતીયોનું રક્ષણ કરવા માટે ગણેશની પૂજા કરવાની વિધિ કરી હતી.

Importance of Ganesh Chaturthi in Hindus

ગણેશ ચતુર્થી 10 દિવસનો તહેવાર છે ગણેશ ચતુર્થી ની પૂજા બે પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે પહેલી મૂર્તિની સ્થાપના અને બીજી મૂર્તિ નું વિસર્જન. હિન્દુ ધર્મ પ્રમાણે ગણપતિજીની રીત, પ્રાણ અને પ્રતિષ્ઠા અને પૂજન કરવામાં આવે છે. દસ દિવસની પૂજામાં કપૂર લાલ ચંદન લાલ પુરી નારીયેલ અને ધુપ થી ભગવાનની પૂજા કરવામાં આવે છે.

ગણેશ વિસર્જનના દિવસે લોકો મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ભગવાન નેખુશી ખુશી વિદાઈ કરે છે. અને ભગવાનને કહે છે કે આગલા વર્ષે જલ્દી આવજો. અને ગયા ભક્તોની આંખો માં પાણી આવી જાય

લોકો માને છે કે ગણેશ દર વર્ષે ઘણી બધી ખુશીઓ અને સમૃદ્ધિ સાથે આવે છે અને તમામ કષ્ટોને દૂર કરીને જાય છે. ગણેશજી ને પ્રસન્ન કરવા ભક્તો આ તહેવારમાં વિવિધ તૈયારીઓ કરે છે.

આ ગણેશજી સ્વાગત અને સન્માન માટે તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગણેશની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે તેમની પૂજા કરે છે તેને સુખ, જ્ઞાન, સંપત્તિ અને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય છે.

ગણેશ ચતુર્થી નો મહિમા:- પૌરાણિક કથાઓ દ્વારા એક વખત ભગવાન ગણેશજી ધડને ભગવાન શિવ દ્વારા કાપવામાં આવ્યું હતું પરંતુ હાથીના ધડને ભગવાન ગણેશના તારી સાથે જોડવામાં આવ્યું હતું. આવી રીતે ભગવાન ગણપતિનું પુનર્જન્મ થયો તેથી તે દિવસને ગણેશ ચતુર્થી ના ઉત્સવ દ્વારા ઉજવવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય ભગવાન ગણેશજી ની સ્થાપના પછી કરવામાં આવે છે.

                                    ”  वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
                                                      निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥”

ગણેશજી ના બાર નામ:-1 वक्रतुण्ड,2  एकदन्त, 3  कृष्णपिड्गाक्ष, 4गजवक्त्र,  , 5 लम्बोदर, 6 विकट, 7 विघ्नराजेन्द्र, 8 धूमवर्ण, 9भालचन्द्र, 10 विनायक, 11 गणपति ,12 गजाजन છે.

આજકાલ, ગણેશ ચતુર્થીને બ્રાહ્મણો અને બિનબ્રાહ્મણો વચ્ચેની અસમાનતા દૂર કરવા માટે રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. ભગવાન ગણેશને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે જેમાંના કેટલાક એકદંત, અમર્યાદિત શક્તિઓના દેવ, હેરમ્બા (અવરોધો દૂર કરનાર), લંબોદરા, વિનાયક, દેવોના દેવ, શાણપણના દેવ, સંપત્તિ અને સમૃદ્ધિના દેવ અને અન્ય ઘણા નામોથી ઓળખાય છે. લોકો 11મા દિવસે (અનંત ચતુર્દશી) ગણેશ વિસર્જનની સંપૂર્ણ હિંદુ વિધિ સાથે ગણેશના દર્શન કરે છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે આવતા વર્ષે ઘણા બધા આશીર્વાદ સાથે ફરી પાછા આવે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment