નવરાત્રી પર નિબંધ 2024-Navratri essay in Gujarati

આજે હું નવરાત્રીપર નિબંધ Navratri Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું નવરાત્રી પર નિબંધ Navratri essay in Gujarati તહેવાર વિશે ગુજરાતીમાં જાણવા માટે નીચેનો આર્ટિકલ વાંચો. હું આશા રાખું છું વિદ્યાર્થીઓને જોઈતી માહિતી નવરાત્રી પર નિબંધ પરથી મળી રહે.

નવરાત્રી પર નિબંધ 2022-Navratri essay in Gujarati

નવરાત્રી પર નિબંધ -Navratri essay in Gujrati

નવદુર્ગા માં ની નવ રાત્રીઓ એટલે નવરાત્રી

નવરાત્રી (Navratri)એટલે નવ દિવસો આનંદ ને ફક્ત આનંદ. નવરાત્રી ના નવ દિવસ દેવીના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. નવરાત્રી એ હિંદુ ધર્મ નો તહેવાર છે. આ તહેવાર ના લોકો ખુબ જ આનંદ કરે છે. નવરાત્રી શબ્દ નો અર્થ નવ એટલે નવ દિવસો અને રાત્રી એટલે નવ રાતો એમ થાય છે. 

વર્ષ દમિયાન નવરાત્રી  ચાર વખત આવે છે શારદા, માઘ, વસંત અને અષાડા આમ નવરાત્રી નાં ચાર પ્રકાર હોય છે. એમાં શારદા નવરાત્રી ખુબ જ આખા દેશ માં પરખીયાત અને પ્રસિદ્ધિ છે અને આખા દેશ નઈ પણ વિદેશ માં પણ નવરાત્રી ખુબ ધૂમધામ થી ઉજવાય છે.

વિદેશમાં વધતું નવરાત્રીનું મહત્વ : Importance of Navratri in Other country

અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટેલીયા, વગરે દેશો માં  નવરાત્રી ખુબ  જ ધૂમધામ થી ઉજવાય છે. આખા ભારત દેશ માં ગુજરાતમાં લોકો આ તહેવારને ખૂબ જ ધામધૂમથી અને આનંદ ઉલ્લાસ સાથે  ઉજવે છે. નવરાત્રી માં લોકો દાંડિયા અને ગરબા નૃત્યનું આયોજન કરવામાં આવે છે. નવ દિવસો આમ અલગ જ માહોલ હોય છે.

Also Read ગણેશ ચતુર્થી પર નિબંધ Ganesh Chaturthi Essay in Gujarati

ગુજરાતની નવરાત્રી Gujrat Ni Navratri

ગૂજરાત માં તો લોકો નવરાત્રી ની રાહ જોઈ ને બેઠા હોય છે ક્યારે નવરાત્રી આવે ને આપણે ગરબા કરીએ અને મસ્ત મસ્ત કપડાં પહેરીએ. નવરાત્રી ના નવ દિવસો માતાજી ના મંદિરો માં મોટા પ્રમાણ માં લોકો ની ભીડ જમે છે. ગુજરાત માં અંબાજી, પાવાગઢ, સુંધામાતા, ચોટીલા, બહુચરાજી,વગેરે મંદિરો માં મોટી માત્રા માં લોકો ની ભીડ જોવા મળે છે. આ પરથી કહી શકાય કે માતાજી નું મહત્વ લોકો ના મન માં કેટલું છે.

નવરાત્રી નું ધાર્મિક મહત્વ Religious importance of Navratri

એવું કેવા માં પણ આવે છે કે નવરાત્રી ના નવ દિવસો તમે માતાજી ના મંદિર એ જઈ એમને પોતાના નું દુઃખ કો તો માતાજી તમારું દુઃખ દૂર કરે છે અને તમારી બધી માનોકામના પૂરી કરે છે.

નવરાત્રી દેશ માં બહુ બધી જગ્યા એ મોટા પ્રમાણ માં માનવા માં આવે છે. નવરાત્રી માં મુંબઇ માં લોકો માં નવદુર્ગા ની મૂર્તિ ની સ્થાપના કરે છે અને એમની પૂજા કરે છે. મુંબઈ માં માતાજી ની મોટી મોટી મૂર્તિ જોવા મળે છે.  

 આખા દેશ માં ગુજરાત માં નવરાત્રી( Navratri) નો માહોલ એકદમ અલગ જોવા મળે છે. ગુજરાત ની દરેક સ્ત્રી નવરાત્રી માં નવ દિવસ ગરબા રમવા માટે વિવિધ પ્રકારની રંગબેરંગી ચણિયાચોળી પેહરે છે અને પુરૂષો રંગબેરંગી કેડિયું અને ઝભ્ભો પેહરે છે. 

નવરાત્રીમાં મળતો અનેરો આનંદ

નવરાત્રી ના નવ દિવસ માતાજી ની ચુંડદી પણ અલગ અલગ પેહરાવે છે.  ગુજરાત માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વગેરે જગ્યાએ એ મોટાપાયે ગરબા થાય છે. એમાં અમદાવાદ તો પહેલા નંબર પર આવે છે. અમદાવાદ માં શેરી એ શેરી એ ગરબા થાય છે અને ગરબા આખી આખી રાત સુધી ચાલે છે. નવરાત્રી ના તહેવાર માં લોકો એકબીજા માં  ભડે છે અને આનંદ માણે છે.

નવ દિવસ  ક્યાં નીકળી જાય ખબર જ નથી પડતી.  બધી જગ્યા એ સરસ મજા ની લાઈટ અને ડેકોરેશન કરેલું હોય છે. નવરાત્રી માં બીજી વાત એ શેરી શેરી મલ્લામાતા  પણ બનવા માં આવે છે. મલ્લામાતા એટલે નાના નાના બાળકો માટી કે કાગળ માંથી વિવિધ પ્રકાર નું જોવાલાયક બનાવે છે એટલે નાના બાળકો ને પણ નવરાત્રી માં મજા પડી જાય છે. શેરી શેરી એ રંગબેરંગી લાઈટ થી ડેકોરેશન કરેલું હોય છે.

નવરાત્રી ના નવ દિવસ રોજ સવારે અને રાત્રે આરતી થાય છે અને પ્રસાદ વેચાય છે અને રાત્રે મોડા ગરબા ચાલુ થાય છે.  ગરબા અમુક જગ્યાએ મોઢે બોલી ને કરે છે અમુક જગ્યાએ મોટા સ્પીકર માં કરે છે અને અમુક જગ્યાએ ગાવા માટે બોલાવે છે. શેરી શેરી મોટા મોટા ગરબા થાય છે લોકો ની લાઈન લાગે છે ગરબા માં સ્ત્રીઓ, પુરૂષો, બાળકો બધા જ ભાગ લે છે અને ખુબ જ આનંદ કરે છે.  

     નવરાત્રીના (Navratri) નવ દિવસો કેટલાક શ્રદ્ધાળુઓ નવ દિવસ ઉપવાસ કે વ્રત રાખે છે. આ દિવસોમાં, ભક્તો ખોરાક લેતા નથી ખાલી એક ટાઈમ ફરાળ કરે છે. નવરાત્રી નો આઠમો દિવસે એટલે કે આઠમ ના દિવસે ગુજરત ના કેટલીક જગ્યાએ લોકો ધરે માતાજી ને નિવેદ ધરાવે છે. નવરાત્રી ના નવ માં દિવસે માતાજી નો ગરબો વળાવા નો હોય છે

નવરાત્રી પછીનો દિવસ : દશેરા Dashera

ત્યારબાદ દસમો દિવસ એટલે દશેરા હોય છે એટલે નવમા દિવસે ફાફડા અને જલેબી નો નાસ્તો રાખવા માં આવે છે.  નવરાત્રી ના દિવસોમાં લોકો પોતાનો ધંધો વહેલો બંધ કરી ને ઘરે જતા રે છે. લોકો માં આનંદ ઉલ્લાસ નો પાર નથી હોતો. બધા એકદમ ભાઈચારા થી નવરાત્રી ઉજવે છે. 

નવરાત્રીમાં વધતું જતું વેસ્ટન કલ્ચર : Increase in western culture in Navratri

પરંતુ આજ ના સમય માં  નવરાત્રી ખાલી નામ ની બની ગઈ છે કારણ કે અત્યાર ના સમય ના છોકરાઓ છોકરીઓ પાર્ટી પ્લોટમાં માં ગરબા રમવા જાય છે અને ખાલી શોખ માટે રમે છે. માતાજી ના ગરબા માં એવા વસ્ત્ર નાં પહેરાય. અત્યાર ના છોકરાઓ માત્ર નામ ના ગરબા રમે છે. 

   ભારત માં પશ્ચિમ બંગાળ એ નવરાત્રી ઉત્સવની વિચિત્ર ઉજવણી માટે જાણીતું રાજ્ય છે. ત્યાં નવરાત્રી સૌથી પ્રખ્યાત તહેવાર છે. ત્યાં અનોખા પંડાલો મૂકવામાં આવે છે જ્યાં માં દુર્ગાની મૂર્તિ મૂકી તેમની  પૂજા કરવામાં આવે છે. પંડાલોને ફૂલો અને આકર્ષક લાઈટો થી શણગારવામાં આવે છે. નવમા દિવસે શોભાયાત્રા માં  લોકો આનંદ અને ઉલ્લાસ થી રંગોથી રમે છે અને નાચગાન કરે છે. સ્ત્રીઓ પરંપરાગત અનુસાર ફરજિયાત બંગાળી સાડીઓ પહેરે છે અને અનોખા પ્રકારનો નૃત્ય કરે છે. આમ પશ્ચિમ બંગાળ માં નવરાત્રી ખુબ પ્રિય છે. 

તમારા પરિવાર ને નવરાત્રી નું હાર્દિક શુભકામના માતાજી તમારા પરિવાર ની બધી મનોકામના પૂર્ણ કરે અને તમને હેમખેર રાખે એવી પ્રાથના.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment