આજ ની આ પોસ્ટ હું માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati લખવા જઈ રહ્યો છું. માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati આ લેખ ભ પર થી મળી રહે.
માતૃ પ્રેમ એટલે ભગવાને જ્યારે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌ પ્રથમ તેમણે માતાને બનાવી હશે…. વાત્સલ્ય ,કરુણા અને પ્રેમની મૂર્તિ એટલે મા..
માતા ના તોલે જગતમાં કોઈ વ્યક્તિ આવે નહીં. માતા તેના બાળકને જન્મ આપ્યા થી લઈને તેને લાલનપાલન કરી ઉછેરીને મોટો કરવા સુધીની બધી જ તેની ફરજ સારી રીતે નિભાવે છે.મા તેના બાળકને જન્મ આપ્યા થી લઈને ઉછેરવા સુધી ઘણા કષ્ટો અને વેદનાઓ સહન કરે છે.
માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati
માતૃપ્રેમ તે બીજા બધા સુખો કરતા પણ સૌથી ચડિયાતો હોય છે. માતૃપ્રેમ તે એક માં અને બાળક વચ્ચેના પ્રેમનો ખાસ સંબંધ બતાવે છે જે ક્યારેય ઓછો થતો નથી. માનો એક બાળક પ્રત્યેનો પ્રેમ તેને જન્મ આપ્યા થી લઈને ઉછેરવા સુધી ખતમ થઇ જતો નથી જેમ બાળક મોટું થાય છે તેમ તેની માતાનો પ્રેમ બાળક પ્રત્યે એટલો જ વધતો જ જાય છે એક માતા માટે તેનો બાળક હંમેશા નાનું બાળક જ રહે છે. તેથી જ કહેવાય છે કે” મા તે મા બીજા બધા વગડાના વા .”
Also Read એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા પર નિબંધ Autobiography of a Teacher Essay in Gujarati
માતૃપ્રેમ નું મહત્વ Importance Of Mother Love :-
એક બાળકના જીવનમાં તેની માતાનું મહત્વ સર્વશ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ હોય છે. એક માતા જેટલું સાચું અને વાસ્તવિક આ દુનિયામાં એક બાળક માટે કોઈ હોતું નથી. એક માતા જ હોય છે જેને તેના બાળક સાચા ખરાબ વગેરેની ચિંતા હોય છે. માતા જ હોય છે જે સારા અને ખરાબ બંને સમયમાં તેના બાળક નો સાથ આપે છે.
એક માતાના પ્રેમથી બાળક કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરી શકે છે. માતા તેના બાળકને ખૂબ પ્રોત્સાહન આપે તેનું ધ્યાન પણ રાખે છે. તેના બાળકની સફળતા પ્રાપ્ત થાય તેના માટે ના પુરા પ્રયત્નો કરે છે. માતા તેના જીવનમાં તેના બાળકને પ્રથમ પ્રાથમિકતા આપે છે. માતા તેના બાળકનું સુખ દુઃખ જાણે છે અને અને બાળકને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતી હોય છે.
બાળકનો માતા પ્રત્યેનો પ્રેમ A Child’s Love For His Mother :-
જ્યારે એક બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી વધારે ખુશ થનારા તેની માતા હોય છે. જ્યારે એક બાળક તેની આંખ પ્રથમ વખત ખોલે છે ત્યારે તે સૌપ્રથમ માતા ને જોવે છે. જ્યારે બાળક બોલવાનું શીખે છે ત્યારે સૌપ્રથમ માતા બોલતા શીખે છે.
આ ધરતી પર કોઈ ભગવાન છે તે એક માતા છે. માતા ધરતી પરનો પ્રથમ પ્રેમ ,પ્રથમ શિક્ષક અને સૌથી સારી મિત્ર હોય છે. બાળક તેની માતા વગર એક પલ રહી શકતો નથી. બાળક જાણતું હોય છે કે તેને એક માં જેટલું પ્રેમ કોઈ નહીં કરે.
એક બાળક પાસે આખો પરિવાર હોય છે પણ જો એમાં માતા ની ગેરહાજરી હોય તો બાળકને તેની કોઈ જ હંમેશા વર્તાય છે. જે પ્રેમ હું એકમાત્ર પાસેથી મળે તે કોઈના પાસેથી એક બાળક ને મળતી નથી. સૌ પ્રથમ એક બાળકનો પ્રેમ તેની માતા હોય છે.
માતાની બાળક પ્રત્યેની ફરજ A Mother’s Duty To Her Child :-
માતા તેના બાળકને જન્મથી લઇને મોટો થાય ત્યાં સુધીની દરેક ફરજ સારી રીતે પૂર્ણ કરતી હોય છે. તેના બાળકને સારું શિક્ષણ ,સારી શિખામણ, સંસ્કાર આપે છે. તેના બાળકને એટલું પરિપૂર્ણ બનાવે છે કે આ દુનિયામાં રહી શકે અને સમજી શકે અને તેની સાથે ચાલી શકે.
કોઈપણ માતાની જેમ તેના બાળક માટે બલિદાન આપી શકતું નથી. તેણી થાકેલી હોવા છતાં પણ તેના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. માતા તેની ફરજ જેમ કે સવારે તેના બાળકને ઉઠાડે છે તેના માટે નાસ્તો બનાવે છે બપોરનું જમવાનું તેમજ રાતનો જમવાનું અને બધાનું ધ્યાન આપે છે.
હંમેશા માતા તેના બાળકને પસંદ-નાપસંદનો ધ્યાન રાખે છે. માતા તેના બાળકના home વર્ક ,પ્રોજેક્ટ વર્ક, સ્કૂલ વર્કવગેરેમાં મદદ કરે છે. માતા તેના બાળકને મોટી તેમજ નાની સમસ્યાઓનો સાચું સમાચાર આપે છે. માતા એક માત્ર જ હોય છે જે તેના બાળકનું ક્યારેય ખરાબ વિચાર થી નથી અને તેનો હંમેશા સાથ આપે છે.
બાળકની તેની માતા પ્રત્યેની ફરજ A Child’s Duty To His Mother :-
માતા તેના બાળક પ્રત્યે ની ફરજ નિભાવે છે પરંતુ જ્યારે બાળક નો વારો આવે છે ત્યારે તે તેની માતા પ્રત્યેના કર્તવ્ય ભૂલી જાય છે. માતાને તેના ઘડપણમાં સૌથી વધારે તેના બાળકના સાથની જરૂર હોય છે.
બાળક બાળક તેની માતાના કર્તવ્ય બલિદાનો ભૂલી જાય છે. માતા તેના બાળક પાસેથી ફક્ત પ્રેમ અને હૂંફની આશા રાખે છે પરંતુ બાળક તે પણ પૂરી કરી શકતો નથી. જ્યારે બાળક નો પોતાનો પરિવાર થાય છે ત્યારે બાળક તેની માતાને ભૂલી જાય છે.
ઘણા બધા બાળકો જ્યારે તેમની માતા ઘરડી થાય છે ત્યારે તેમને ઘરમાં રાખવાને બદલે ઘરડા ઘરમાં મૂકી આવે છે તેઓ તેમની ફરજ માંથી ચૂકે છે તેમના પ્રત્યેના કર્તવ્ય નિભાવવા માંથી હાથ ધોવે છે. પરંતુ માતા અપાર પ્રેમની મૂર્તિ હોવાથી ક્યારેય બાળકોને દુઃખી જોઈ શક્તી નથી. તેણે પોતાના બધા જ ફરજ નિભાવે છે જ્યારે બાળકને માતા ની જરૂર હોય ત્યારે તે હાજર હોય છે.
તેથી જ કહ્યું છે
” જનનીની જોડ સખી નહી જડે રે લોલ”…