આજે હું મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati વાંચવા માટે પોસ્ટ વાંચો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujaratiપરથી જોઈતી માહિતી મળી રહે.
મારા જીવનના ઘડવૈયાઓ પર નિબંધ My Idol Essay in Gujarati
મારા જીવનના મુખ્ય ઘડવૈયા મારા માતા પિતા છે.આ ઉપરાંત મારા જીવન ઘડતરમાં મારા દાદીમાં તથા મારા સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો છે. મારા માતા પિતાએ મને ખૂબ જ સારી રીતે શિસ્તતા થી તેમજ સંસ્કારથી ઉછેર્યો છે. મારા માતા પિતા દ્વારા મને કોઈપણ કામ કરવામાં કદી રોકટોક કરવામાં આવી નથી અને મેં પણ કદી તેમનો વિશ્વાસ તોડ્યો નથી. મેં ક્યારેય એવું કાર્ય કર્યું નથી કે જેના લીધે મારા માતા-પિતાને અફસોસ થાય.
મારા જીવનના ઘડવૈયા મારા માતા પિતા દાદીમા તથા શિક્ષકો My life’s Idol My parents , grandmother and my teachers
આજે હું જે કંઈ પણ છું તે મારા માતા-પિતા ,દાદી અને શિક્ષકોના લીધે છું. મારા માતા પિતાની મહેનત ના લીધે જ આજે હું મિકેનિકલ એન્જિનિયર થયો છું અને આજે એક પ્રતિષ્ઠિત કંપનીના સીઈઓ તરીકે કામ કરી રહ્યો છું. મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કાર શિખામણ મને મારા જીવન ઘડવામાં ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યા છે.
Also Read મેં નજરે જોયેલી એક દુર્ઘટના પર નિબંધ An accident I witnessed Essay in Gujarati
તેમજ મારા દાદીમા દ્વારા કરવામાં આવતી સાહસની વાર્તાઓ અને તેમના સંઘર્ષ વિશે ની કહાનીઓ મને મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડી છે. મને મારા દાદીમા તરફથી મળેલો પ્રેમ તથા તેમનો ખૂબ જ અતિ સાદગી ભરેલું જીવન એ મારા માટે પ્રેરણા રૂપ છે તથા શિક્ષકો દ્વારા આપવામાં આવેલ શિસ્ત અને શિક્ષણ કે જેના લીધે હું મિકેનિકલ એન્જિનિયર થઈ શક્યો.
મારા જીવનના ઘડવૈયા : મારા માતા પિતા My life’ s Idol : My parents
મારા જીવનનો મુખ્ય ઘડવૈયા મારા માતા પિતા છે. તેમને કરેલો સંઘર્ષ તેમને કરેલી મારી સાચવણી તેમજ તેમના દ્વારા મારા જીવન ઘડતર માટે આપવામાં આવેલું બલિદાન તે એક માતા પિતા જ કરી શકે છે માતા પિતા સિવાય અન્ય કોઈ વ્યક્તિ પોતાનું જીવન ઘડતર છોડીને તમારું જીવન ઘડતર કરે છે.
મને યાદ છે કે મારા પિતાના ટૂંકા પગારમાં અમે ઘર ચલાવતા હતા અને તેમના દ્વારા બચત કરેલી બાકીની રકમમાંથી મારી શાળાની તથા ટ્યુશન ની ફી ભરવામાં આવતી હતી. મારા માતા પિતા દ્વારા ક્યારેય પણ ફાજલ ખર્ચો કરવામાં આવ્યો નથી એના લીધે હું સરળતાથી ભણી શકું.
મારા માતા પિતા દ્વારા હંમેશાથી તેમનો મોજ શોખનું ત્યાગ જ કરવામાં આવ્યો છે તેઓ ક્યારે વધારાના ખર્ચા કરતા નહોતા. પરંતુ તેઓએ હંમેશા મારી દરેક ઈચ્છા પૂરી કરી છે તેઓએ કઠોર પરિશ્રમ કરીને પણ મારા ભણતરનો ખર્ચો ઉપાડ્યો તથા મને મારા દરેક શોખ પૂરા કરાવ્યા.
મારા જીવન ઘડતરમાં મારા માતા-પિતાનો જે કાળો છે તેનું ઋણ હું કદાચ ક્યારેય પણ ચૂકવી શકીશ નહીં. મારા માટે તેઓ ભગવાન કરતાં પણ વધારે છે. તેમને આપેલા બલિદાન તથા તેમના કઠોર પરિશ્રમને હું ક્યારેય ભૂલીશ નહીં. આજે હું જે કંઈ પણ છું તે માત્ર ને માત્ર તેમના દ્વારા કરવામાં આવેલ બલિદાનના ફળ સ્વરૂપે જ છું.
મારા જીવનના ઘડવૈયા : સખત પરિશ્રમ,શિસ્ત અને મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલ સંસ્કાર My life’s Idol : Hard work , discipline
મારા જીવનના ઘડવૈયાઓ માં શ્રેષ્ઠ સખત પરિશ્રમ તથા મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કારો નો પણ સમાવેશ થાય છે. તેમનો જોયેલો સખત પરિશ્રમ જેનાથી હું પણ પ્રેરાઈને એક પરિશ્રમી બન્યો જેથી હું મારા ભણતરમાં સખત પરિશ્રમ કરીને પ્રથમ જ આવતો હતો. મારા માતા પિતા દ્વારા શીખવામાં આવેલ પરિશ્રમ પણ મારા જીવનના ઘડવૈયા છે.
મારા માતા પિતાએ મને હંમેશાથી શિસ્ત માં રહેતા શીખવ્યું છે . તેઓ દ્વારા આપવામાં આવેલ શિસ્તના પાઠ એ મારા જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે અને દરેક કે જે મને ખૂબ જ ઉપયોગી છે તેથી જ શિસ્ત પણ મારા જીવનનો એક ઘડવૈયા છે.
મારા જીવનની સૌથી મહત્વની વાત કે જે મને બીજા કરતા અલગ તારવે છે તે છે મારા માતા પિતા દ્વારા આપવામાં આવેલા સંસ્કારો. હું આજે જે કાંઈ પણ છું તે મારા માતા-પિતાના આપેલા સંસ્કારો શિસ્ત અને પરિશ્રમના પાઠ પર થી જ છું.
ગામ મારા માતા-પિતા એ જ મારે એ જ મારા જીવનનો મુખ્ય ઘડવૈયા છે તેમનો હું સદાય તેમનો આભારી રહીશ અને તેમના દ્વારા કરેલા કાર્યો તથા તેમને દરેક નાની વાતોનું હું સંપૂર્ણ રીતે ધ્યાન રાખીશ કે જેમના લીધે હું આજે આટલો સફળ વ્યક્તિ છું મારા માટે મારા માતા-પિતા મારા ઘડવૈયા એ મારા ભગવાન સમાન છે.
હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને મારા જીવનના ઘડવૈયા નિબંધ પસંદ આવ્યો હશે.