જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

આજે હું જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujaratiવિશે લખવા જઈ રહ્યો છું.જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમની જોઈતી માહિતી આ જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.

જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

જીવન : એક પડકાર પર નિબંધ Life is a Challenge Essay in Gujarati

આજનો મોંઘવારી ના યુગમાં મધ્યમ વર્ગ માટે જીવન એક પડકાર સમાન છે માણસે તેની પાયાની જરૂરિયાતો મકાન, ખોરાક અને શિક્ષણ જેવી વસ્તુઓ માટે પણ ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.ખરેખર, આજના સમયમાં જીવન એક પડકાર સમાન છે.

જીવન : સુખ અને દુઃખથી ભરેલી એક યાત્રા Life: Mixture of joy and problems

મનુષ્ય જીવન સુખ અને દુઃખ આનંદ ઉત્સાહ તેમજ તકલીફ થી ભરેલું રહે છે. મનુષ્યના જીવનમાં અમુક સમય એવો આવે છે કે તેને લાગે છે કે જિંદગી ખૂબ જ આસાન છે અને આનંદ ઉત્સાહ થી ભરેલી છે. જીવનમાં તેને બધું જ સરળતાથી મળતું રહે છે અને જિંદગી ખૂબ ખુશાલ રહે છે.

Also Read જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ The Importance of Honesty in life Essay in Gujarati

જ્યારે અમુક સમય એવો આવે છે કે સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હોય છે તમામ દુઃખ જાણે તેની ઉપર જ આવી ગયા હોય એવું તેને લાગે છે. સમસ્યાઓ માંથી બહાર નીકળવાની કોઈ જ આસાની કિરણ દેખાતી નથી. તેને માત્ર સમસ્યાઓ જ આવતી જતી હોય છે.

આવી તકલીફોમાં મનુષ્યએ જીવન થી કંટાળવું જોઈએ નહીં. પરંતુ આ સમસ્યાઓને એક પડકારરૂપ સમાન ગણીને તેનો હિંમતથી સામનો કરવો જોઈએ. જો તમે હાર નહીં માનો જો તમે સામે આવતા પડકારથી ગભરાશો નહીં અને મજબૂતાઈથી તેનો સામનો કરતો તો અવશ્યથી એક દિવસ તે સમસ્યા નું સમાધાન આવી જશે. ખરેખર જીવન એક પડકાર જ છે.

જીવનમાં તકલીફો દુઃખ સુખ આવે છે અને જાય છે.પરંતુ, વ્યક્તિએ તેના જીવનમાં આવતા દરેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ જિંદગી તો એક પડકાર જ છે.પરંતુ તેને એક હિંમતવાન વ્યક્તિ તરીકે સામનો કરીને જીવવાની હોય છે.

મનુષ્ય જીવનમાં આવતા પડકારો : Problmes during person Life

જીવનમાં અનેક પ્રકારના પડકારો આવે છે.જેમ કે નાણા સંબંધીત પડકાર બીમારી દવાખાનાઓ તેમજ અમુકને માનસિક ત્રાસ જેવા અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. નોકરી ઉપર આવતા પડકારો , જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવા માટે કરવામાં આવતો સંઘર્ષ બાળકોને શિક્ષણ અપાવવાનો પડકાર તેમજ આ બધા સાથે ટૂંકા પગારમાં જીવન જીવવાનો પડકાર. આમ જીવન એ અનેક પડકારોથી ભરપૂર છે આથી જ કહેવાયું છે કે જીવન એક પડકાર.

ઘણી વખત મનુષ્યનું જીવન ખૂબ જ શાંતિથી સરળ રીતે આનંદમય ચાલતું હોય છે પરંતુ જીવનમાં પડકાર ક્યારે આવશે તે કઈ જ નક્કી હોતું નથી.

ઘણી વખત ખુશખુશાલ કુટુંબના મુખ્ય હોય કે અન્ય કોઈ સદસ્ય હોય તેને અચાનક જ બીમારી આવી જતી હોય છે ઘણી વખત તો આવા વ્યક્તિઓ નો જીવ પણ જતો રહેતો હોય છે. આવા સમયે વ્યક્તિને જાણે એવું લાગે છે કે તેની ઉપર દુઃખનું પહાડ તૂટી પડ્યો હોય.

આવા સમયમાં વ્યક્તિ ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો હોય છે જીવનમાં આવા ઘણા બધા પડકારો ઓચિંતા પણ આવતા જતા હોય છે. પરંતુ આવા જ જીવનના પડકારોથી નિરાશ થયા વગર સમયાંતરે તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ અને તે સફળ થાય જ પરંતુ નિરાશ થઈને હાર માની લેનાર વ્યક્તિ કદી આવા મોટા આઘાતો માંથી બહાર આવી શકતો નથી.

મનુષ્યને શિક્ષણ બાદ પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો પડકાર : Challange of improve family’s financial condition

મનુષ્યના જીવનના ઘણા તબક્કા હોય છે. બાળવસ્થા ત્યારબાદ શિક્ષણ મેળવીને સારી નોકરી મેળવવાનો પડકાર ત્યારબાદ સારી નોકરી કરીને મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવાનું પડકાર, જીવનમાં આવતા અચાનક પડકારો જેવા કે માંદગી અને અન્ય આઘાતજનક પડકારોનો સામનો કરવાનો. પોતાના પરિવારને સારી રીતે એકલા ચલાવવાનો પડકાર આમ જિંદગી પડકારોથી ભરેલી છે.

દરેક વ્યક્તિને એમ હોય છે કે તે તેના પરિવારને સારી એવી આર્થિક સ્થિતિ કરી આપે જેથી તેને જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે નહીં અને પણ ઘણા બધા વ્યક્તિઓ એક પડકાર તરીકે લઈને તનતોડ મહેનત કરતા હોય છે.

આમ જિંદગીમાં બાળવસ્થા સિવાય તમામ અવસ્થા પડકારોથી ભરેલી છે દરેક વ્યક્તિએ તેનો હિંમતથી સામનો કરવાનો હોય છે અને જિંદગી જીવવાની હોય છે આમ જિંદગી એક પડકાર જ છે.

હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને જિંદગી : એક પડકાર નિબંધ પસંદ આવ્યો હશે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment