આજ ની આ પોસ્ટ હુંએક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati પર થી મળી રહે.
અમરનાથ એ ખૂબ જ લોકપ્રિય હિન્દુ યાત્રાધામ છે. અમરનાથ જમ્મુ કાશ્મીરના દક્ષિણ દિશામાં સ્થિત છે. અમરનાથ યાત્રા ધામ જોખમી હોવા છતાં હજારો યાત્રીઓ દર વર્ષે અમરનાથ ની મુલાકાત લે છે. અમરનાથની ગુફામાં એક બરફનો કુદરતી શિવલિંગ દર વર્ષે સર્જાતો હોય છે. અમરનાથની ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 3788 મીટર ઉપર છે. અમરનાથ એ એક હિન્દુ શિવ મંદિર છે. દર વર્ષે લગભગ ૪૦૦૦ થી વધુ ભક્તો અમરનાથ યાત્રા એ જાય છે. અમરનાથનું આ મંદિરને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાં નો એક માનવામાં આવે છે.
એક યાત્રાધામની મુલાકાતે પર નિબંધ Visit to Holy Place Essay in Gujarati
Visit to Holy Place :અમરનાથની યાત્રા Journey To Amarnath:-
અમરનાથ યાત્રાની શરૂઆત અષાઢ મહિનાની પૂનમ થી લઈને રક્ષાબંધન સુધી શિવજીના દર્શન કરી શકાય છે. કહેવામાં આવે છે કે ચંદ્રમા ની ઘટના જેમ કે પૂનમ થી અમાસ સુધીની ઘટનાની સાથે-સાથે શિવલિંગના આકારમાં પણ વધારો ઘટાડો થાય છે.
Also Read મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati
અમરનાથની ગુફાના શિવલિંગની એક ખાસ વાત છે કે આ શિવલિંગ ઘન બરફનું બનેલું હોય છે. પરંતુ તે ગુફામાં અન્ય બરફ ટુકડા ના રૂપમાં હોય છે.
મેં મારા જીવનમાં ઘણી બધી યાત્રાઓ કરી છે.પરંતુ મેં કરેલી મારી અમરનાથની યાત્રા મારા જીવનમાં સૌથી યાદગાર યાત્રાઓમાંથી એક છે. અમરનાથ એ ભગવાન શિવ નું પવિત્ર યાત્રાધામ છે. અમરનાથ એ કશ્મીરમાં આવેલું ખૂબ જ સુંદર તેમજ પવિત્ર યાત્રાધામ છે. અમરનાથ યાત્રા ધામ માં એક બરફનું કુદરતી રીતે સર્જાતું વિશાળ શિવલિંગ હોય છે.
મે જ્યારે અમરનાથ ધામની મુલાકાત લીધી ત્યારે સમગ્ર ભારતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુ આવ્યા હતા .અમારી અમરનાથની યાત્રા પહેલગામ થી ચંદનવાડી થી શરૂઆત થઈ હતી.પહેલગાવ ચંદનવાડી નો નજારો ખૂબ જ સુંદર અને સ્વર્ગ જેવો હતો. અમરનાથ યાત્રામાં રસ્તાકુદરતી નદીઓ બરફ આચ્છાદિત પર્વતો તેમજ ખૂબ જ સુંદર પર્વતો થી ભરપૂર છે.
Visit to Holy Place :અમરનાથ યાત્રા ની મુલાકાત Visit Of Amarnath Yatra :-
અમે સૌ પ્રથમ ટ્રેન દ્વારા શ્રીનગર પહોંચ્યા ત્યારબાદ જમ્મુ કાશ્મીર ગયા ક્યાં પડ્યા પછી અમે અમરનાથ જવા માટે લક્ઝરી લીધી. અમરનાથ યાત્રા માં જવા માટેના બે રસ્તા છે એક પહેલગામ અને બીજો સોન- મર્ગ બાલ તાલ.
પહેલગામ અને બાલતાલ સુધી અમે લક્ઝરી દ્વારા પહોંચ્યા અને ત્યારબાદ લોકો પોતાની રીતે પગ પાડા અથવા વૃદ્ધ લોકો માટે સવારીની પણ સુવિધા સારી હતી. ત્યાં આપણી સુરક્ષા માટે ઘણા બધા આમી અને સૈનિકો હતા. તેમના કહ્યા પ્રમાણે પહેલગામ નો રસ્તો સરળ અને સુવિધાજનક છે અને બાલતાલ નો રસ્તો અસુરક્ષિત અને દુર્ગમ છે.
ઘણા બધા લોકોએ બાલતાલ નો રસ્તો લીધો. પરંતુ ભારત સરકાર દ્વારા તે રસ્તો સુરક્ષિત નથી અને કશું થાય તો જવાબદારી પોતાની રહેશે સરકારની નહીં. પરંતુ અમુક રોમાંચિત લોકોને તે રસ્તે જવું પસંદ આવ્યો .
પરંતુ મને સુરક્ષિત રસ્તો વધારે પસંદ આવે તેથી મેં પહલગામ નો રસ્તો લીધો અને યાત્રા શરૂ કરી.
પહલગામ પછીનો પહેલો પડાવ ચંદનવાડી આવે છે. પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે. પહેલી રાત મેં ચંદનવાડી માં કાપી. બીજા દિવસ પિસ્સૂ ખીણ ની ચઢાઈ શરુ કરી.પિસ્સૂ ખીણ જોખમ ભરેલું સ્થળે છે. તે પહાડીની ચડાઈ કરીને અમે શેષનાગ પહોંચ્યા . ત્યાં પહોંચીને મેં આરામ કરવાનું નક્કી કર્યું ત્યાં ઘણા બધા વેલ્ફેર સરકારી સંસ્થાઓની લંગર વ્યવસ્થા પણ હતી તેમજ આરામ કરવા માટે કેમ્પની પણ સુવિધા હતી.
શેષનાગ પર્વતમાળાની વચ્ચે ભૂરા પાણીનો સુંદર તળાવ આવેલું છે. પુરાણ અને લોકોના કહ્યા પ્રમાણે ફેશના તળાવમાં શેષનાગનો વાસ છે 24 કલાકમાં શેષનાગ એક વખત તળાવની બહાર આવે છે અને નસીબદાર લોકોને તેમના દર્શન પ્રાપ્ત થાય છે.
શેષનાગ થી પંચતરણી ૮ કિલોમીટર દૂર છે.મે પંચતરણી જવાનું શરૂ કર્યુંપં.ચતરણી ના રસ્તામાં મહા ગુણોતર આવે છે અને મહા ગુણો શીખવતા થી પંચતરણી સુધીનો આખો રસ્તો ઉત્તર વાળો હોય છે. ત્યાં ઘણી બધી પાંચ નાની નાની નદીઓ વહેતી હતી તેના લોકોના કહેવા પ્રમાણે આ સ્થળનું નામ ઉપરથી પંચર પડ્યું છે.
પંચતંત્ર ખૂબ જ સુંદર પહાડોથી ઘેરાયેલું સ્થળે છે ત્યાં અમને ખૂબ જ ઠંડું વાતાવરણ મહેસુસ થયો. ત્યાંથી અમરનાથની ગુફા કિલોમીટર દૂર હતી. ત્યાં જવાનો રસ્તો ખૂબ જ રોમાંચક હતો રસ્તામાં ખૂબ જ બરફ જામેલા હતા. અમે ત્યાં એક રાત વિતાવવાનું નક્કી કર્યો અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા અર્ચના કરીને ભગવાન શિવજીના દર્શન કર્યા. ભગવાન અમરનાથના દર્શન થી જ બધો થાક ઉતરી ગયો તેવું અનુભવાયું. ભગવાન શિવના દર્શન બાદ અને આધ્યાત્મિક અનુભૂતિ થઈ. ત્યારબાદ અમે પાછું પહેલ ગામ જવાનું શરૂ કર્યું. અમરનાથ યાત્રા ખૂબ જ રોમાંચક આધ્યાત્મિક અનુભવ કરનારી અને ખૂબ જ સુંદર રહી .