આજ ની આ પોસ્ટ હું મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati પર લખવા જઈ રહ્યો છું. મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati થી મળી રહે.
મેળાની મુલાકાત વિશે પર નિબંધ Visit to Fair Essay in Gujarati
હું અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહું છું. અમારા ત્યાં દર જાન્યુઆરી મહિના તેમજ વેકેશનના મહિનાઓમાં રીવર ફ્રન્ટ ઉપર મેળાનું આયોજન કરવામાં આવે છે. સાબરમતી નદીના રિવરફ્રન્ટમાં દર જાન્યુઆરી મહિનામાં પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. પતંગ મહોત્સવની મે મુલાકાત લીધી હતી.
Also Read રેલવે સ્ટેશન ની મુલાકાત પર નિબંધ Visit to Railway Station Essay in Gujarati
રિવરફ્રન્ટમાં આવેલ મેળામાં અનેક જાતની રાઇડ્સ હતી. આ ઉપરાંત ઘણા બધા ખાવા પીવાના સ્ટોલ હતા તેમાં દરેક જાતના નાસ્તા ખૂબ જ સસ્તા ભાવે મળી રહેતા હતા. આ ઉપરાંત બાળકો માટે મનોરંજન ની રમતની ઘણી ગેમો લાગેલી હતી.મેળામાં ઘણી જાતની રોશની તેમજ લાઇટિંગ કરવામાં આવી હતી. જેના લીધે મેળાએ દરેક બાળક તેમજ મોટા વ્યક્તિ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું
Visit to Fair : રિવરફ્રન્ટ ઉપર આવેલ મેળાની મુલાકાત : Fair visit on riverfront
ઉનાળા વેકેશન દરમિયાન અમદાવાદના ઇન્કમટેક્સ એરિયામાં સાબરમતીના તટ ઉપર એક મેળો લાગેલો હતો જેની મેં અને મારા પરિવાર એ મુલાકાત લીધી હતી. નદી કિનારે આવેલ સુંદર વાતાવરણમાં આ લાગેલો મેળો નદીની શોભા વધારતો હતો જ્યારે અમે ત્યાં ગયા ત્યારે ત્યાં પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી.
રિવરફ્રન્ટ મેળામાં જવાની એન્ટ્રી ફી ત્રીસ રૂપિયા હતી. જ્યારે અમે મેળામાં અંદર એન્ટ્રી કરી ત્યારે મેં જોયું કે ત્યાં ત્રણ મોટા જાયન્ટ ચગડોળ હતા તેમ જ સીસો ટાઈપ ની અન્ય મોટી રાઈડ તેમજ નાના બાળકો માટે પણ ખૂબ જ સુંદર સુંદર રાઈડશો હતી.
Visit to Fair: મેળાની અંદર લાગેલી ખાણીપીણી ની દુકાનો: Food stole in Fair
અમે મેળાની મુલાકાત લીધી ત્યારે મેળાની અંદર તમામ પ્રકારના નાસ્તા તથા જમવાની દુકાનો લાગેલી હતી. મેળાની અંદર ખૂબ જ સસ્તા ભાવે દરેક નાસ્તા મળી રહ્યા હતા. આ ઉપરાંત ઠંડા પીણા આઈસ્ક્રીમ ની દુકાનો પણ હતી. મેં જોયું કે દરેક દુકાનમાં સ્વચ્છતા નું ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હતું.
આ ઉપરાંત ઘણી બધી રમકડાની દુકાનો તેમજ ઘણી બધી અન્ય રમતોની દુકાનો પણ લાગેલી હતી જેવી કે એરગન ડુબલીકેટ બંધ દ્વારા ફુગા ફોડવાની પછી રિંગની રિંગ રમતની તેમજ અન્ય રમતો કે જેના દ્વારા એના મને પ્રોત્સાહન મેળવી શકાય તેવી દુકાનો પણ લાગેલી હતી.
Visit to Fair :મેળાની અંદર વ્યક્તિની સેફટી માટે તકીદારીઓ : Proper safety for people in Fair
મેં જ્યારે મેળાની મુલાકાત લીધી ત્યારે મેં નિહાળ્યું હતું કે દરેક રાઈડ ઓપરેટર દ્વારા સેફટી માટે ખૂબ જ અગત્યતા આપવામાં આવતી હતી. અમુક રાઇડ્સમાં નાના બાળકોને એન્ટ્રી આપવામાં આવતી નહોતી અને મોટા માટે પણ સ્પેશિયલ સેફટી જેકેટ તથા દરેક રાઇડ્સમાં લોક વ્યક્તિગત ચેક કરવામાં આવતા હતા. અને દરેક ચકડોળ તેમજ અન્ય મોટી રાઇડ્સ ના ફાઉન્ડેશન પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યા હતા.
જેના લીધે કોઈ પણ દુર્ઘટના થવાની શક્યતા ન હોતી. મેળાના આયોજકો દ્વારા એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે મેળામાં વધારે પડતી પબ્લિક એક સમયે હાજર રહે તો તેનું કઈ રીતે આયોજન કરવું તેની પણ ખૂબ જ સુંદર રીતે દેખરેખ રાખવામાં આવી હતી.
Visit to Fair :મેળાની અંદર મદદ માટે બનાવેલ સ્પેશિયલ ચેમ્બર : Special help center made for help of visitors
મેં જ્યારે મેળાની મુલાકાત લીધી ત્યારે મેં નિહાળ્યું કે ત્યાં એક સ્પેશ્યલ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાં આયોજન દ્વારા ત્રણથી ચાર વ્યક્તિને બેસાડવામાં આવ્યા હતા. આ હેલ્થ સેન્ટર મેળામાં ખોવાયેલ બાળકને તેમના માતા પિતા સાથે સંપર્ક કરી આપતા હતા. આયોજકો દ્વારા આ એક ખૂબ જ સુંદર પગલું હતું.
એકંદરે મે લીધેલા મેળાની મુલાકાત કે જ્યાં મેળો આયોજકો દ્વારા ઉપસ્થિત સુંદર રીતે આયોજન કરવામાં આવ્યો હતો.જેમાં બાળકોથી લઈને દરેક મોટા વ્યક્તિ આનંદ મેળવી શકે તેમ જ સેફટીની પણ ખુબ જ સુંદર તકેદારી રાખવામાં આવી હતી અને પાર્કિંગ વ્યવસ્થા તથા તેનું મેનેજમેન્ટ ખૂબ જ સુંદર હતું.
મેં પણ રિવરફ્રન્ટમાં મુલાકાત લીધેલ મેળા માં ખૂબ જ આનંદ મળ્યો તેમ જ અન્ય લોકોને પણ આવતા ઉનાળા દરમિયાન આ મેળાની અવશ્ય મુલાકાત લેવા માટે વિનંતી કરું છું.
હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને મેળાની મુલાકાત વિશે પર નિબંધ આર્ટિકલ પસંદ આવ્યો હશે.