જન્માષ્ટમી નિબંધ 2022 -Essay on Janmashtmi in Gujarati

આ જન્માષ્ટમી નિબંધ Essay on Janmashtmi આપણે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તે માટે  લખવામાં આવેલ છે.  નીચેનો આર્ટીકલ જન્માષ્ટમી નિબંધ Essay on Janmashtmi વિશે લખવામાં આવેલ છે.હું આશા રાખું છું કે જન્માષ્ટમી વિશે તમને દરેક માહિતી જન્માષ્ટમી નિબંધ Essay on Janmashtmi પરથી મળી રહે.

જન્માષ્ટમી નિબંધ 2022 -Essay on Janmashtmi in Gujarati

જન્માષ્ટમી નિબંધ (Essay on Janmashtmi in Gujarati)

જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો છે. ભગવાન શ્રીકૃષ્ણ જન્મની ખુશીમાં  જન્માષ્ટમી તહેવાર ઉજવવામાં આવે છે.જન્માષ્ટમી તહેવાર ખૂબ જ લોકપ્રિય તહેવારો માંથી એક છે

જન્માષ્ટમી તહેવાર ઉજવવાનું કારણ – Why we celebrate Janmashtmi

શ્રાવણ સુદ આઠમને જન્માષ્ટમી તરિકે ઉજવવામાં આવે છે .જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ  શ્રાવણ સુદ આઠમ એ રાત્રે 12:00  વાગ્યે મથુરાની જેલમાં થયો હતો. શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વાસુદેવ તથા માતાનું નામ દેવકી હતું. દેવકી ની આઠમી સંતાન શ્રી કૃષ્ણ ભગવાન હતા.

દેવકીના ભાઇ તથા શ્રી કૃષ્ણના મામા કંસ દ્વારા દેવકીના પુત્રોનું જન્મતાની સાથે જ વધ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસ તે ખૂબ જ ક્રૂર તથા દયાહીન શાસક હતા.  લોક માન્યતા અનુસાર તેમના માટે એવી ભવિષ્યવાણી હતી કે દેવકીની સાતમી સંતાન તેમનો વધ કરશે.

આથી ક્રૂર  મામા કંસ ભવિષ્યવાણી થી  ડરીને દેવકીના છ પુત્રોનો પહેલા જ વધ કરી ચૂક્યા હતા.તેથી વાસુદેવે તેમના સાતમી સંતાન શ્રી કૃષ્ણને ગોકુળમાં નંદ રાજા ને ત્યાં મૂકી આવ્યા હતા અને ત્યાંથી નંદરાજાને જશોદાની દીકરીને પોતાની સાથે મથુરા લઈ આવ્યા હતા.શ્રી કૃષ્ણ ભગવાન ના 108 નામ છે.

જેમાંથી રણછોડ ગિરધારી દેવકીનંદન મોહન ગોપાલ વગેરે પ્રખ્યાત નામ છે. આ ઉપરાંત લોકો તેમને  પ્રેમથી માખણચોર પણ  કહે છે. માખણ એ શ્રીકૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય હતું. ભગવાન શ્રીકૃષ્ણ નાનપણમાં ખૂબ જ નટખટ હતા. તેઓ ગોપીઓ ને હેરાન કરવા માટે તેમની  માટલી માંથી માખણ ચોરીને ખાતા હતા.

આથી તેમને માખણચોર તરીકે પ્રેમથી ઓળખવામાં આવે છે.ગોપીઓને પણ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રિય હતા. તેઓ ખૂબ જ પ્રેમથી શ્રીકૃષ્ણ ભગવાનને માખણ પીરસતા હતા.આથી જન્માષ્ટમીના દિવસે પ્રસાદ તરીકે માખણ ને અને મિસરી વેચવામાં આવે છે.

જન્માષ્ટમી નું ધાર્મિક મહત્વ ( Religious importance of Janmashtami)

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ સુદ આઠમના દિવસે થયો હોવાથી તેને   ગોકુળ અષ્ટમી તરીકે પણ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે ઠેર ઠેર મંદિરમાં ભજન અને કીર્તન નું આયોજન કરવામાં આવે છે.ઘણા બધા મંદિરોમાં હિંડોળા બાંધવામાં આવે છે. 

આ હિંડોળામાં  બાલ ગોપાલ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ હિંડોળાને ભક્તો દ્વારા  હિચકો નાખવામાં આવે છે.જન્માષ્ટમીના દિવસે દ્વારકા ડાકોર જેવા કૃષ્ણ મંદિરોમાં   લોકોની ખૂબ જ ભીડ હોય છે. આ  જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં કૃષ્ણ ભગવાનના વાઘા બદલવામાં આવે છે તથા મંદિરની ધજા પણ બદલવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે બાર વાગ્યે થયો  હોવાથી દરેક મંદિરમાં આરતી થાય છે તથા પંજરી અને માખણ નો પ્રસાદ વહેંચવામાં આવે છે.

આ રીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવે છે.જન્માષ્ટમી નિમિત્તે દરેક મંદિરોને શણગારવામાં આવે છે. આ દિવસનું ભોજન તથા કૃષ્ણ જન્મ નું નાટક ભજવવામાં આવે છે અનેક બાળકો  કૃષ્ણ ભગવાન નો વેશ ધારણ કરે છે.શ્રી કૃષ્ણ જન્મનો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે તથા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા લખવામાં આવેલ  શ્રીમદ્   ભગવદ ગીતાનું પણ હિન્દુ ધર્મમાં આગવું સ્થાન છે.

શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે બાર વાગ્યે આવ્યો હોવાથી જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યે મંદિરોમાં પૂજા આરતી થાય છે અને  દરેક મંદિરમાં એક જ નાદ સંભળાય છે  લોકો આનંદમાં આવીને કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે અને એક નાદથી કહે છે.

નંદ ઘેર આનંદ ભયો જય હો નંદલાલ કી હાથી ઘોડા પાલકી  જય કનૈયા લાલ કી”.

જન્માષ્ટમીના દિવસે થતા ઉત્સવો – Celebration on Janmashtmi’s day

દિવસે ઠેર-ઠેર મેળા ભરાય છે.મેળામાં જાતજાતના રમકડા તથા ફરસાણ અને ખાવા-પીવાની વસ્તુઓ ની  દુકાનો હોય છે. આ ઉપરાંત ઘણી બધી દુકાનો ઉપર લાઉડસ્પીકરો લાગેલા હોય છે તેમાં કૃષ્ણ ભક્તિના ગીતો વાગતા હોય છે. બાળકોના મનોરંજન માટે  ચકડોળ પણ લાગેલા હોય છે.દરેક લોકો મેળામાં જઈ આનંદ ઉત્સવ કરે છે.

જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે તથા ફરાળી વસ્તુઓનું સેવન કરે છે જેમ કે સાબુદાણાની ખીચડી બટાકા ની સુકી ભાજી  મોરૈયો  વગેરે.હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના ઉપવાસનો ખૂબ મહત્વ છે.

 જન્માષ્ટમીના દિવસે ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે.  ઘણા બધા લોકો કૃષ્ણ ભગવાન નો પહેરવેશ ધારણ કરીને ગરબે ઘૂમતા હોય છે. ઘણી બધી શેરીઓમાં માટલી ફોડવાનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. ઘણા બધા ભક્તો આ  માટલી ફોડવાની પ્રતિયોગિતામાં ભાગ લે છે.

જન્માષ્ટમીના દિવસે થતો દહીહાંડી કાર્યક્રમ (Dahi handi programme on Janmashtmi)

આ દહીહંડી કાર્યક્રમમાં 20 ફૂટ ઉપર માખણ ભરેલી માટલી  લટકાવવામાં આવે છે.  જેમાં ભાગ લેનાર ભક્તોના ગ્રુપ દ્વારા પિરામિડ બનાવવામાં આવે છે અને એક ઉપર એક એમ ચડીને માટલીને ફોડવામાં આવે છે. ઘણા બધા મંડળો દ્વારા દહીહાંડી કાર્યક્રમમાં ઇનામની પણ જાહેરાત કરવામાં આવે છે.

જે ગ્રુપ દ્વારા માટલી ફોડવામાં આવે છે તેમના માટે ઇનામ જાહેર કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ દહીહંડી કાર્યક્રમ વખતે  ઉંચાઇ પરથી પડવાને કારણે  ઈજા થતી હોય છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે દહીં હાંડી ૨૦ ફૂટથી ઉપર ના હોવી જોઈએ તથા તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતા ઉપર હોવી જોઈએ.

ભારત તથા વિદેશોમાં પણ વધતું જતું જન્માષ્ટમી અને કૃષ્ણ ભક્તિનું મહત્વ:

જન્માષ્ટમીનો તહેવાર ગોકુળ મથુરા માં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોવાને કારણે સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. કૃષ્ણ ભક્તિ ભારત સિવાય યુ.એસ.એ યુરોપિયન દેશો તથા રશિયામાં ખૂબ જ વધી છે.  છેલ્લા ઘણા વર્ષોમાં વિદેશી લોકો દ્વારા પણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment