Diwali Essay In Gujarati દિવાળી વિશે નિબંધ 2024

આજ  ની આ પોસ્ટ હું  દિવાળી વિશે નિબંધ 2024 Diwali Essay In Gujarati પર લખવા જઈ રહ્યો છું. દિવાળી વિશે નિબંધ 2024 Diwali Essay In Gujarati વિશે જાણવા નીચે નો લેખ વાંચો. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને જોઈતી માહિતી આ લેખ દિવાળી વિશે નિબંધ 2024 Diwali Essay In Gujarati પર થી મળી રહે. 

દિવાળી વિશે નિબંધ 2022  Diwali Essay In Gujarati

Diwali Essay In Gujarati દિવાળી વિશે નિબંધ 2024

દિવાળી તે ભારતમાં મુખ્યત્વે ઉજવાતા સૌથી મોટા તહેવારોમાંનો એક અને ભવ્ય તહેવાર છે. દિવાળી કે હિંદુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે ખુબ મહત્વનો તહેવાર છે. દિવાળી તે ભારત દેશનો સૌથી મોટો તહેવાર છે .તેને દીપાવલી પણ કહેવામાં આવે છે.”દીપાવલી “શબ્દ એક હિન્દી શબ્દ છે જેનો અર્થ થાય છે” દીવાઓની હારમાળા”. દિવાળીનો તહેવાર આવતા ચારે તરફ ખુશીઓનું વાતાવરણ છવાઇ જાય છે. હિન્દુ સંસ્કૃતિમાં બધા જ તહેવારો ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જેમ કે હોળી ,રક્ષાબંધન ,દશેરા પરંતુ તે બધા તહેવારોમાં દિવાળી સૌથી મોખરે છે.

દિવાળી શું છે? What Is Diwali?:-

દિવાળી (દિવાળી અથવા દીપાવલી પણ કહેવાય છે) એ “પ્રકાશનો તહેવાર” છે જે અંધકાર પર પ્રકાશના વિજય, અનિષ્ટ પર સારા અને વિજય, સ્વતંત્રતા અને જ્ઞાનના આશીર્વાદની ઉજવણી કરે છે. આ નામ સંસ્કૃત દિપાવલી પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “પ્રકાશની પંક્તિ.” દિવાળીની રાત્રે, ઉજવણી કરનારાઓ ડઝનેક મીણબત્તીઓ અને માટીના દીવા (જેને દિયા કહેવાય છે) પ્રગટાવે છે, તેમને તેમના ઘરોમાં અને શેરીઓમાં અંધારી રાતને પ્રકાશિત કરવા માટે મૂકે છે.

મોટાભાગના ભારતમાં, દિવાળીમાં પાંચ દિવસની ઉજવણીનો સમાવેશ થાય છે જે દિવાળીની મુખ્ય ઉજવણી સાથે ત્રીજા દિવસે ટોચ પર પહોંચે છે. અન્ય સ્થળોએ જ્યાં દિવાળી થાય છે, સામાન્ય રીતે ફક્ત મુખ્ય દિવસ જ ઉજવવામાં આવે છે.

Also Read , નવરાત્રી પર નિબંધ 2022-Navratri essay in Gujarati

દિવાળી ક્યારે ઉજવાય છે When Will Diwali Celebrated:-

દિવાળી તે દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. દિવાળી દશેરાના તહેવાર ના 20 દિવસ પછી આવે છે.દિવાળી ના થોડા દિવસો પહેલા લોકો દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દે છે. દિવાળીની ઉજવણી માટે શાળાઓ કોલેજોમાં લાંબી રજાઓ પણ આપવામાં આવે છે. દિવાળી નિમિત્તે સરકારી ખાતાઓ તેમજ નોકરી કરનારાઓને પણ રજાઓ આપવામાં આવે છે.

દિવાળી કોણ ઉજવે છે? Who Celebrates Diwali? :-

હિન્દુ, શીખ અને જૈન ધર્મના અનુયાયીઓ મુખ્યત્વે દિવાળીની ઉજવણી કરે છે. જો કે, આ રજાને સમગ્ર ભારત, સિંગાપોર અને અન્ય કેટલાક દક્ષિણ એશિયાઈ દેશોમાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે આ ધર્મોની બહારના લોકો પણ દિવાળીની ઉજવણીમાં ભાગ લઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને વિશ્વભરમાં અન્યત્ર હિન્દુ, શીખ અને જૈન સમુદાયો પણ નિયમિતપણે દિવાળીની ઉજવણી કરે છે.

દિવાળી ઉજવણીની તૈયારીઓ Diwali Celebration Preparation:-

દિવાળીનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવતા હોય છે. તેમજ દેશની બહાર વિદેશમાં રહેતા લોકો પણ દિવાળીનો તહેવાર ખૂબ આનંદ ઉત્સવ ઉજવતા હોય છે .દિવાળીનો તહેવાર આવતા પહેલા બધી જ સ્ત્રીઓ પોતાના ઘરની સાફ -સફાઈ કરવાનું શરૂ કરી દે છે.દિવાળીના તહેવાર આવતા પહેલા ઘરને શણગારવાનો શરૂ કરવામાં આવે છે.

લોકો દિવાળી માટે નવા કપડાની ખરીદી કરે છે તેમજ મીઠાઇ, નમકીન ,ફરસાણ વગેરે જેવી વાનગીઓ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ઘર ને રોશનીથી સજાવવામાં આવે છે. તેમજ બાળકો દિવાળીની ઉજવણી કરવા માટે ફટાકડા ,રમકડા જેવી વસ્તુઓની ખરીદી કરે છે. દિવાળીના પાંચ દિવસ પહેલાથી લોકો પોતાના ઘરને રોશની અને દીવાઓથી શણગારે છે.

દિવાળીના તહેવારો Next and Previous Day of Diwali:-

દિવાળીનો તહેવાર તે પાંચ દિવસોનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી ચાલે છે. ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરમાં વ્યાપાર- ધંધા વગેરેમાં લક્ષ્મીજી ની સ્થાપના કરીને તેમનું પૂજન કરે છે. તેમજ તેને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે તે દિવસો એ દિવસે લોકો મોટા પ્રમાણમાં સોના ચાંદીની વસ્તુઓની ખરીદી કરે છે.

ધનતેરસ પછી કાળીચૌદસનો તહેવાર આવે છે. તે દિવસે સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં સ્થાન કરવાનું શુભ માનવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે તે દિવસે રાક્ષસ રાજા નરક સુરાનો વધ કર્યો હતો. તે દિવસે ઘરની સ્ત્રીઓ ઘરમાં તળેલી વસ્તુ બનાવે છે તેને ચાર રસ્તા ઉપર મૂકવા જાય છે તેને કકળાટ કાઢો તેમ કહેવામાં આવે છે. આવી રીતે કાળી ચૌદશ ની ઉજવણી કરે છે.

કાળીચૌદસ પછી દિવાળીનો તહેવાર ઉજવાય છે. દિવાળીના દિવસે લોકો નવા કપડા પહેરેછે ફટાકડા ફોડવામાં આવે છે. તે દિવસે સગાસંબંધીઓ એકબીજાના ઘરે જાય છે . અને દિવાળીની ઉજવણી કરે છે તેમજ દિવાળીની રાત્રે લોકો પોતાનું ઘર દીવો અને રોશની દ્વારા શણગારે છે .તેમજ ઘરની સ્ત્રીઓ તેમજ પુત્રીઓ ઘરના આંગણામાં સુંદર રંગોળીઓ પણ કરે છે. દિવાળીના દિવસે વેપારી ધંધાકીય લોકો નવા વરસ શરુ તેમ કરીને ચોપડાઓનું પૂજન કરે છે. અને રાત્રે ફટાકડા મીઠાઇઓ તેમજ સગા-સંબંધીને જમાડીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળી પછી બેસતુ વરસ આવે છે તેને નવા વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દિવસે સગા સંબંધીઓ તેમજ મિત્રો એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. અને એકબીજાને મીઠાઈ ખવડાવીને વધુ મીઠું કરવામાં આવે છે જેથી નવું વર્ષ પણ આ મીઠાઈ ની જેમ મીઠો અને સુંદર પસાર થાય તેવી શુભકામનાઓ આપવામાં આવે છે. લોકો એકબીજાને સાલમુબારક તેમજ હેપી ન્યૂ યર કહીને શુભેચ્છાઓ પાઠવે છે.

દિવાળી નો છેલ્લો તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસની ઉજવણી ભાઈ અને બહેન દ્વારા કરવામાં આવે છે. ભાઈબીજના દિવસે બહેન તેના ભાઇને ભાઈ બીજ ની ઉજવણી માટેનું આમંત્રણ આપે છે. અને તે દિવસ ભાઈઓ તેની બહેનો ના ઘરે મીઠાઈઓ લઈને જાય છે અને બહેન તેના ભાઇને ખૂબ જ ભાવપૂર્વક અને પ્રેમથી જમાડે છે આવી રીતે ભાઈ બીજ ની ઉજવણી કરવામાં આવે છે.

દિવાળી શા માટે મનાવાય છે?Why We Are Celebrate Diwali?:-

દિવાળીનો તહેવાર કારતક મહિનાના અમાસના દિવસે બનાવાય છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીવડાઓ પ્રગટાવીને ભગવાન શ્રીરામનો સ્વાગત કર્યો હતો. તે લંકા પતિ રાવણ નો ભગવાન શ્રીરામ દ્વારા વધ કરવામાં આવ્યો હતો તેથી લોકો દ્વારા દીવા પ્રગટાવીને ભગવાન રામ ની વિજય ઉજવવામાં આવી હતી તેથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment