ભારતનો રાષ્ટ્રીય ધ્વજ -2024 National flag of India In Gujarati

આજે હું ભારતના રાષ્ટ્રધ્વજ National flag of India વિશે એક લેખ લખવા જઈ રહ્યો છું.આજે હું ભારતના રાષ્ટ્રીય ધ્વજ National flag of India વિશે આર્ટીકલ લખવા જઈ રહી છું. ભારતના રાષ્ટ્રીય ધ્વજ National flag of India વિશે જાણવા માટે નીચેનો નિબંધ વાંચો.

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ - National flag of India In Gujarati

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ – National flag of India In Gujarati     

પ્રસ્તાવના:દરેક સ્વતંત્ર દેશ પાસે પોતાનો રાષ્ટ્રીય ધ્વજ હોય છે.  તે દેશનાં સ્વતંત્ર હોવાનો સંકેત છે.ભારતના રાષ્ટ્રધ્વજની તિરંગો કહેવામાં આવે છે.ભારતનો રાષ્ટ્રધ્વજ  તે દેશની સ્વતંત્રતા નું પ્રતિક છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ બિરાજેલા છે.તેના કારણે તેનું નામ તિરંગો રાખવામાં આવ્યું.ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોનો બનેલો છે. કેસરી રંગ સફેદ રંગ અને લીલા રંગનો બનેલો છે. અને તેના કેન્દ્રમાં  નીલા રંગનો અશોક ચક્ર બનેલું છે.અશોક ચક્ર  24 આરા ઓનું બનેલું છે તે તે વાદળી રંગના હોય છે.ભારતનો રાષ્ટ્રધ્વજ ની ડિઝાઇન  પીંગલી  વૈકેયાનંદ  દ્વારા બનાવવામાં આવી હતી. અને તેને  ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ ભારતીય બંધારણ સભાની બેઠકમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.

 ભારતનો રાષ્ટ્રધ્વજ તે દેશ માટે સન્મા દેશભક્તિ અને સ્વતંત્રતા નું પ્રતિક છે.ભારતનો રાષ્ટ્રધ્વજ  ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓ  નો પ્રતિનિધિત્વ કરે છે. ભારતનો રાષ્ટ્રધ્વજ તે  ભાષા, સંસ્કૃતિ ,ધર્મ ,વર્ગ વગેરેમાં તફાવત હોવા છતાં ભારતના લોકોની એકતા દર્શાવે છે. સૌથી વધુ નોંધવા જેવું છે  કે ભારતીય ધ્વજ આડો લંબચોરસ તિરંગો છે.ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. છેલ્લા પાંચ દાયકામાં  શસ્ત્ર  દડોનાસભ્ય સહિત ઘણા લોકોએ તિરંગાને તેની સંપૂર્ણ ભવ્યતામાં લહેરાવતા રાખવા માટે નિસંકોચ  તેમના જીવની આહુતિ આપી.

આઝાદીના અમૃત મહોત્સવ :

આ વર્ષે આપણા 75 વર્ષે સ્વતંત્રતા  ની ઉજવણી કરવામાં આવશે .આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ આયોજિત કર્યું છે. આપણા પ્રધાનમંત્રી જી એ 12 માર્ચ 2021 ના રોજ અમદાવાદની સાબરમતી આશ્રમ માં આઝાદીના અમૃત મહોત્સવનું ઉદઘાટન કર્યું. આઝાદીનો અમૃત મહોત્સવ ભારતની સામાજિક ,સાંસ્કૃતિક ,રાજકીય અને આર્થિક ઓળખાણ દર્શાવે છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલ તે કે 2 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી બધાએ પોતાના ઘર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો તેમજ પોતાના  સોશિયલ મીડિયા  પર રાષ્ટ્રીય ધ્વજ નો ફોટો લગાવવો.

રાષ્ટ્રીય ધ્વજ રંગોનું મહત્વ:( Importance of colors in national flag)

 રાષ્ટ્રીય ધ્વજ  તિરંગામાં કેસરી સફેદ અને લીલો  તેમ ત્રણ રંગો છે.  રાષ્ટ્ર ધ્વજ  રંગોનો પોતાનું મહત્વ છે  અને તેના દાર્શનિક અર્થો પણ કાઢવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજ ના નિર્માતાઓએ દેશને એક સાથે બાંધવા માટે આ ત્રણ રંગો તેમ જ અશોક ચક્રનો સારી રીતે ઉપયોગ કર્યો  હતો. ત્રિરંગાનો કેસરી રંગ તે હિંમત અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. બીજી તરફ સફેદ  રંગ સત્ય,શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. તેમજ  લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક  માનવામાં આવે છે. આ રંગો સાથે મળીને દેશના ગૌરવનું પ્રતિક દર્શાવે છે.તેમજ ભાઈચારાનો સંદેશ અને જીવનને લઇને ઘણા જ્ઞાન પણ આપે છે.

રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી રંગનું મહત્વ:-( Orange color importance in National flag of India)

આમ તો કેસરી રંગ અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે.આ રંગ  રાષ્ટ્રો માટે હિંમત અને નિસ્વાર્થ ભાવના દર્શાવે છે. કેસરિયા રંગ આધ્યાત્મિકતા અને ઊર્જાનું પ્રતીક છે. હિન્દુ , બુદ્ધ ,શીખ ધર્મમાં કેસરી રંગ ખૂબ જ મહત્વ છે. તેમજ કેસરી રંગ ને  ભગવા રંગ પણ કહેવામાં આવે છે. જોવા જઈએ તો કોઈપણ સાધુ, ઋષિ-મુનિ કે કોઈપણ પંડિતો કેસરી રંગના વસ્ત્રોમાં જ જોવા મળે છે તેનું અલગ મહત્વ છે. કોઈપણ પૂજા-અર્ચના વખતે કેસરી રંગના વસ્ત્રો પહેરવા ખૂબ શુભ છે.  હિન્દુધર્મના પ્રમાણે કેસરી રંગ અગ્નિનું પ્રતીક છે. તેના આધાર પર થી કેસરી રંગ એ આધ્યાત્મિકતા સાથે જોડવામાં આવે છે.

રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગનું મહત્વ:-(White color importance in National flag of India)

ભારતના રાષ્ટ્રધ્વજ ના તિરંગાના વચ્ચે નો રંગ સફેદ છે તે શાંતિ અને ઇમાનદારી નું પ્રતિક છે. ભારતીય શાસ્ત્ર પ્રમાણે સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગ તે માર્ગદર્શક દર્શાવે છે  તેમજ  સાચા લોકોનો સહકાર આપવો જોઈએ તે દર્શાવે છે.

 રાષ્ટ્રીય ધ્વજમાં લીલા રંગનું મહત્વ:-(Green color importance in National flag of India)

ભારતના રાષ્ટ્રધ્વજ માં સૌથી નીચે લીલો રંગ આવેલો છે.  લીલો રંગ તે વિશ્વાસ ખુશહાલી સમૃદ્ધિનું પ્રતીક છે. ભારતીય શાસ્ત્રો પ્રમાણે તે ઉત્સવ સાથે જોડવામાં આવે છે. લીલો રંગ તે આખા ભારતમાં હરિયાળી દર્શાવે છે ને આંખો ને શાંતિ આપે છે. જે પ્રમાણે પ્રકૃતિ જીવન ને સંદેશ આપે છે તે પ્રમાણે  આ રંગનો પણ જીવનમાં ઘણું મહત્વ છે.  લીલા રંગને વિકાસ, સ્વાસ્થ્ય અને સૌભાગ્યનું પ્રતિક   પણ માનવામાં આવે છે..

રાષ્ટ્રીય ધ્વજમાં અશોકચક્ર નું મહત્વ:-

અશોક ચક્ર તે અશોક ની રાજધાની  સારનાથના  સિંહ પરથી બનેલું છે. અશોક  ચક્ર નો વ્યાસ તે સફેદ રંગના પટ્ટા જેટલો જ હોય છે અને તેમાં ચોવીસ આરા હોય છે. સમ્રાટ અશોક ના  ઘણા બધા શિલાલેખો પર પૈડાની આકૃતિઓ બનેલી હોય છે.એને  અશોક ચક્ર ના નામે ઓળખવામાં આવે છે.અશોક ચક્રમાં વાદળી રંગ હોય છે. વાદળી રંગ એ આકાશ,  મહાસાગર અને સાર્વભૌમિક શક્તિ(universal truth) દર્શાવે છે. ભારતની સનાતન સંસ્કૃતિ તે માનવજાતિની 24 ધર્મની  સભ્યતા અશોક ચક્ર ની 24 આરાઓ સાથે સરખાવવામાં આવે છે.  તે  સૈયમ ,શાંતિ ,  ત્યાગ ,દયા,  પ્રેમ  જેવા ગુણો દર્શાવે છે.

ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ બાદલ ચોક કોલકત્તામાં લહેરાવવામાં આવ્યો હતો. આ ઝંડામાં કેસરી રંગ ઉપર વચ્ચે પીળો રંગ અને સૌથી નીચે લીલો રંગ હતો. બીજો રાષ્ટ્રધ્વજ  1908 માં ભીખાઈજી મેડમ કામા દ્વારા રાષ્ટ્રધ્વજ રૂપે  જર્મનીમા લહેરાવ્યો હતો. તે તિરંગામાં સૌથી ઉપર લીલો રંગ વચ્ચે કેસરી રંગ અને સૌથી નીચે લાલ રંગ હતો.

 1916માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ   નિશ્ચિત ધ્વજ  નિર્માણનો નિર્ણય કર્યો. તે ધ્વજમાં 5 લાલ રંગના પટ્ટા અને  4 લીલા રંગના પટ્ટા હતા.

 ૧૯૨૧માં વિજય વાડા માં થયેલ અખિલ ભારતીય કોંગ્રેસ સભામાં ઝંડા નો ઉપયોગ કરવામાં આવ્યો. તે જગ્યામાં લાલ લીલો અને સફેદ રંગના પટ્ટા હતા. એમજ વચ્ચે ગાંધીજીના ચરખા નો નિશાન હતો. . 22 જુલાઈ 1947 માં સંવિધાન સભાએ તે રાષ્ટ્રધ્વજ  અપનાવ્યો.રાષ્ટ્રીય ધ્વજના રંગો પારિભાષિક  કરવામાં આવ્યા હતા. રાષ્ટ્ર ધ્વજ ના રંગો પારિભાષિક કર્યા પછી અત્યારનો આપણો રાષ્ટ્રધ્વજ અત્યાર સુધીનો તેજ રાષ્ટ્રધ્વજ છે.

       15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરીના દિવસે ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. બન્ને દિવસોએ  21 તોપ સલામી આપવામાં આવે છે. તેમજ દેશના અનેક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ અથવા  રાજ્યપાલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે. દેશના અનેક ભાગોમાં નગરો તેમજ ગામોમાં દેશના અનેક નાગરિક  સંસદ, વિધાનસભા સદસ્યો મુખ્ય અધિકારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.બન્ને દિવસો પર રાષ્ટ્રીય એકતા,સ્વતંત્રતા સંબંધિત સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. સ્વતંત્રતાનું પ્રતિક તે તિરંગો અનંતકાળ સુધી લહેરાતો  રહે તેવી કામના કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ની નીચે દિવ્યાંગ તેવા સ્વતંત્ર સેનાનીઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આપણે રાષ્ટ્રધ્વજ ની આન બાન અને શાન માટે પોતાના જીવની પણ પરવા કરવી જોઈએ નહીં.


About Author:

Hello, My name is Rajan Rathod. I am interested in writing about new things and conveying them to you. I have experience in SEO for more than 3 years and has been doing content writing for more than 4 years. How did you like the content written by me, do tell me in the comment box.

Leave a Comment