ભારત દેશના લોકો ખૂબ જ ઉત્સવ પ્રિય હોય છે.તેઓ દરેક તહેવાર ખૂબ જ ધામ ધૂમથી ઉજવે છે લોકો એટલા બધા આતુરતાથી તહેવારોની રાહ જોતા હોય છે. ભારતમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે જે લોકોને પોતાના વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ ઉલ્લાસ કરવાનો સમય આપે છે.આથી ભારતમાં મોટાભાગના લોકો ખૂબ જ ઉત્સવ પ્રિય હોય છે.
ભારત દેશમાં મોટાભાગની કંપનીઓ તેમજ નાના મોટા ધંધાઓમાં દિવાળી દરમિયાન વેકેશન આપવામાં આવે છે અને લોકો તે દરમિયાન ખૂબ જ ધામધૂમથી તહેવારોની ઉજવણી કરે છે ભારત દેશમાં ઉતરાયણમાં પણ લોકો પતંગ ચગાવવા માટે અગાઉથી તૈયારીઓ કરતા હોય છે અને તેની આતુરતાથી રાહ જોતા હોય છે આથી જ કહેવાય છે કે ભારતમાં લોકો ઉત્સવ પ્રિય હોય છે.
ભારત દેશના લોકો રક્ષાબંધન,જન્માષ્ટમી,દિવાળી, હોળી જેવા તહેવારોની આતુરતાથી રાહ જોતા હોય છે અને તેની ઉજવણી કરવા માટે અગાઉથી તૈયારી કરતા હોય છે.આથી ભારત દેશના લોકો ઉત્સવ પ્રિય હોય છે તેમ કહી શકાય