આજે હું જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati વિશે લખવા જઈ રહ્યો છું. જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati વાંચવા માટે આ પોસ્ટ વાંચો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને તેમને જોઈતી માહિતી આ જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati પોસ્ટ પરથી મળી રહે.
જો પરીક્ષા ન હોય તો પર નિબંધ If there were no Exams Essay in Gujarati
જો પરીક્ષા ના હોય તો વિદ્યાર્થીઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય. હકીકતમાં આવું વિદ્યાર્થીઓ વિચારતા હોય છે.પરંતુ,પરીક્ષા ન હોય તેના ફાયદા કરતાં મોટા ભાગે નુકસાન જ નુકસાન છે. જો પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીઓને એવું લાગે કે તેમની જિંદગી ખૂબ જ આસાન થઈ ગઈ છે. તેઓ ખુલ્લા મનથી કોઈ પણ ટેન્શન વગર હરી ફરી શકે છે.
પરીક્ષા નવા હોવાથી થતી તકલીફો : Problems creat if there were no Exams
પરંતુ જો પરીક્ષા ન હોય તો આપણે હોશિયાર તથા મસ્તીખોર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકીશું નહીં.તેમજ શિક્ષકો દ્વારા આપવામાં આવેલ શિક્ષણ વિદ્યાર્થીઓ દ્વારા કેટલું સમજવામાં આવ્યું તેનું મૂલ્યાંકન કરવું પરીક્ષા વગર અશક્ય છે.
Also Read જે માનવી પોતાનું ભાગ્ય જાણતો હોય તો પર નિબંધ What If We know Our Destiny Essay in Gujarati
કયો વિદ્યાર્થી હોશિયાર અને કયો વિદ્યાર્થી ભણવામાં કમજોર છે તે જાણી શકાશે નહીં. એના લીધે ભણવામાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાશે નહીં અને આગળ જતા તેમની કારકિર્દી તથા જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું હોઈ શકે છે.
જો પરીક્ષા ન હોય તો હોશિયાર અને મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયો હોય તેવું તેમને અહેસાસ થશે. તેઓ પોતાની આવડત તથા તેમની કાબિલિયત અન્ય કોઈ સામે સાબિત કરી શકશે નહીં.
આથી જો પરીક્ષા ન હોય તો હોશિયાર વિદ્યાર્થીઓને દુઃખની લાગણી અનુભવાય જ્યારે બીજી બાજુ મધ્ય વિદ્યાર્થીઓ અને જે ભણવામાં કમજોર છે તેવા વિદ્યાર્થીઓ ખુશીની લાગણી અનુભવે છે.
પરંતુ વાસ્તવિકતામાં પરીક્ષા ન હોય તો સફળતા મેળવવી ખૂબ જ અઘરી છે.હોશિયાર તથા ભણવામાં કમજોર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું અને તેમને ઓળખવા પરીક્ષા વિના શક્ય જ નથી.
જો પરીક્ષા ના હોય તો વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ થતા ફાયદાઓ : If there were no Exams, then benefit according to students
જો પરીક્ષા ના હોય તો વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ તે ખૂબ જ સારી વસ્તુ કહેવાય. દરેક વિદ્યાર્થી ચિંતા મુક્ત થઈને ફરી ફરી શકે તથા તેમની વિદ્યાર્થી તરીકેની જિંદગી ખૂબ મસ્તી આનંદથી જીવી શકે.
જો પરીક્ષા ના હોય તો તેમને ખ્યાલ જ છે કે તેમને કોઈ જ વધારાની મહેનત કરવાની નથી અને માત્ર ને માત્ર સ્કૂલમાં મસ્તી આનંદ જ કરવાનો છે. પરીક્ષાના આપવાથી ના તો તેમનું રીઝલ્ટ ખબર પડશે જેના લીધે તેમના માતા-પિતા દ્વારા તમને ઠપકો પણ સાંભળવો ન પડે.
જો પરીક્ષા ના હોય તો વિદ્યાર્થીને સ્કૂલ નો ટાઈમ બતાવ્યા બાદ ના તો ટ્યુશન જવું પડશે નાતો પરીક્ષા માટે રોજે રોજ વાંચવું પડશે. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની ચિંતા કે તણાવ રહેશે નહીં. જો પરીક્ષા ન હોય તો વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ ખુશાલ રહેશે.
જો પરીક્ષા ના હોય તો વિદ્યાર્થીઓ ને થતા નુકસાન :Disadvantages of no Exams
જો પરીક્ષા ના હોય તો તે વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ આનંદનો વિષય છે પરંતુ હકીકતમાં જો પરીક્ષાના હોય તો તે એક નુકસાનકારક બાબત છે. શિક્ષકોને પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું ઘણું અઘરું પડી જાય. જો પરીક્ષા ના હોય તો ભણવામાં નબળા તથા ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓ વચ્ચે મૂલ્યાંકન કરી શકાય નહીં.
વિદ્યાર્થીઓનો માતા-પિતાને પણ તેમના બાળકના અભ્યાસ વિશે જાણી શકાય નહીં. એવું પણ બને કે માતા-પિતાને લાગે કે તેમનો વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે પરંતુ તે એક નબળો વિદ્યાર્થી હોય.
જો આપણને ખબર હોય કે વિદ્યાર્થી ભણવામાં નબળો છે તો આપણે તેની પાછળ સમય ખર્ચ કરીને તેનો અભ્યાસ સુધારવાનો પ્રયત્ન કરીએ તે માત્ર પરીક્ષા દ્વારા જ જાણી શકાય.
જો પરીક્ષા જ ના હોય તો વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા પિતાને પણ ઘણું ભોગવવાનું વારો આવે તેનું પરિણામ વર્તમાનમાં ખ્યાલ ન આવે પરંતુ ભવિષ્યમાં તેનાથી ખૂબ જ નુકસાન થાય.
જો પરીક્ષા ન હોય તેમ માત્ર એક કાલ્પનિક વિષય છે. વિદ્યાર્થીઓ માટે તે એક આનંદનો વિષય બની જાય પરંતુ હકીકતમાં પરીક્ષાનો હોવાથી તેનો લાભ કરતા નુકસાન ઘણા બધા છે.
હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને જો પરીક્ષાના હોય તો આર્ટીકલ પસંદ આવ્યો હશે.